મોરબી શહેર તેમજ જીલ્લ ામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી પાટીદાર યુવા સઘં દ્રારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પોલીસ વ્યાજ ખોરો પર લગામ લગાવવા કામગીરી કરી રહી છે ત્યારે તેની વચ્ચે વધું એક વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાટીદાર સમાજના એક વ્યકિતને વ્યાજચક્રમા ફસાવી બે શખ્સોને વ્યાજ સહિત ચુકતે કરી આપવા છતા વ્યાજખોરોએ મોતનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વધુ પિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને વેપાર કરતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (ઉ.વ.૫૦ ) એ આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તા. માળીયા (મીં) તથા રાહત્પલભાઇ બચુભાઈ સવસેટા રહે. લાભદીપ સોસાયટી શેરી નં –૦૩ રાજકોટવાળા વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીને આરોપી ભગવાનજીભાઈએ બળજબરી કરી જમીનનુ .૨૩,૨૩,૦૦૦ નુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે .૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ .૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી રાહત્પલભાઇએ ફરીયાદીના પતીને પ્રોમીસરી નોટ લખાવી .૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા ફરીયાદીના પતિએ તેને .૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા ફરીયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ બન્ને આરોપીઓ ફરીયાદીના પતિ પાસે ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કરતા જે લાગી આવતા ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પત્નીએ આરોપીઓ વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ મોરબીમાં વ્યાજખોરો, ગુનેગારો સામે એક બનવા અવાજ ઉઠાવવા પાટીદાર યુવા સંઘના નામે સંમેલન મળ્યું હતું અને રણટંકાર કરાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech