શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસોના બનાવો વધી રહ્યા છે, જુદા જુદા બનાવમાં બે પરિણીતા, મહિલા, એક યુવતી અને બે યુવકએ ઝેરી દવા, ફિનાઈલ, મચ્છરનું લીકવીડ, ઝેરી પાવડર, એસિડ પી આપઘાતના પ્રયાસ કરતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
શહેરના મારુતિનગરમાં રહેતી મૂળ નેપાળી મનીષાબેન ધીરજભાઈ ટમટા (ઉ.વ.20)ની પરિણીતાએ રાત્રે સાડા દશેક વાગ્યે ઘરે હતી ત્યારે મચ્છર મારવાનું લીકવીડ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરિચિતના કહેવા મુજબ તેણીના લગ્ન થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. પતિ ડીજેનું કામ કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે બોલાચાલી થતા વાતનું લાગી આવતા લીકવીડ પી લીધું હતું. બનાવની પ્ર.નગર પોલીસએ નોંધ કરી હતી.
વિજય પ્લોટમાં પરિણીતાએ દવા પીધી
શહેરના વિજય પ્લોટ શેરી નં-8માં રહેતી આરતીબેન રમેશભાઈ ખજુરિયા (ઉ.વ.23)ની પરિણીતાએ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સિલ્વર હાઈટ્સ પાસે નર્સિંગની વિધાર્થીનીએ ઝેર પીધું
મૂળ પોરબંદર પંથકની અને નાનામવા નજીક સિલ્વર હાઈટ્સ પાસે રૂમ રાખીને રહેતી દિપાલી કાનજીભાઈ પાંડાવદરા (ઉ.વ.24)ની યુવતીએ રાત્રે 12.30ની આસપાસ રૂમ નજીક ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. યુવતી જીએનએમ નર્સીંગનો અભ્યાસ કરતી હોય અને પરિવાર વધુ ભણવાની ના પાડતા હોવાથી રાજકોટ આવી રૂમ રાખી અભ્યાસ કરતી હોવાનું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું. વધુ તપાસ માલવીયાનગર પોલીસે હાથ ધરી છે.
લલુડી વોકળી પાસે યુવકે માનસિક રોગની વધુ પડતી દવા પીધી
જિલ્લા ગાર્ડન પાસે વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા મયંકભાઇ હસમુખભાઈ પાટડીયા (ઉ.વ.32)ના યુવકે બપોરે લલુડી વોંકળા પાસે માનસિક બીમારીની વધુ પડતી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવક અઢી વર્ષ પહેલા આફ્રિકા રહેતો હતો ત્યાં પણ મગજ ભમતા પરત આવી ગયો હતો. અહીં આવીને પણ કમગજ ફરતો હોવાથી ગઈકાલે દવા પી લીધી હોવાનું તેમના માતાએ જણાવ્યું હતું. ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્ટાર પ્લાઝામાં સફાઈ કર્મીએ એસિડ ગટગટાવ્યું
શહેરના પેડકરોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા અને હરિહર ચોક પાસે સ્ટાર પ્લાઝામાં આવેલી ઓફિસમાં સફાઈ કામ કરતા ગોપાલભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.વ.35)નામના યુવકે આજે સવારે સ્ટાર પ્લાઝમા આવેલી ઓફિસે સફાઈ કામ કરતી વખતે એસિડ પી ને તેના સાળા હરેશભાઈને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા. યુવકના પરિચિતના કહેવા મુજબ ગોપાલભાઈને સંતાનમાં બે દીકરા એક દીકરી છે, તેને મુંબઈમાં કોઈ સ્ત્રી મિત્ર હોય એ ફોન કરી ધમકાવતી હોવાથી કંટાળી પગલું ભર્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
મગજ ભમતા મહિલાએ ઝેરી પાવડર પીધો
રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી નજીક મયંક કેટલ ફૂડ કંપનીના ક્વાર્ટરમાં રહેતા જોષનાબેન શૈલેષભાઇ કટારીયા (ઉ.વ.45)નામના મહિલાએ આજે સવારે કંપનીના ક્વાર્ટરમાં હતા ત્યારે ઝેરી પાવડર પી લેતા સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મહિલા મૂળ માણાવદરના પાજોદ ગામના રહેવાસી છે પતિ મયંક કેટલ ફૂડમાં નોકરી કરતા હોવાથી પરિવાર છ એક વર્ષથી અહીં જ રહે છે. મહિલાને કેટલાક સમયથી માનસિક બીમારી હોવાથી તેની દવા પણ ચાલુ છે. આજે મગજ ભમતા પગલું ભર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech