સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન નો પ્રોજેક્ટ અમૃત નું સફળ આયોજન

  • February 26, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પવિત્ર આશ્રય હેઠળ, અમૃત પ્રોજેકટ હેઠળ સ્વચ્છ પાણી, સ્વચ્છ મન પ્રોજેકટના બીજા તબક્કાનું ઉદ્ધાટન યમુના નદીના છઠ ઘાટ, આઈટીઓ, દિલ્હીથી કરવામાં આવ્યું હતું. બાબા હરદેવસિંહજી મહારાજના ઉપદેશોથી પ્રેરિત, આ પ્રોજેકટ સમગ્ર ભારતમાં ૨૭ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૫૩૩ થી વધુ સ્થળોએ ૧૧ લાખથી વધુ સ્વયંસેવકોની મદદથી મોટા પાયે આયોજિત કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં પણ અમૃત પ્રોજેકટ અંતર્ગત ૨૫૦થી વધુ સેવાદળના સભ્યો, ભકતો તથા સ્વયંસેવકોએ આજીડેમ પર ઉત્સાહભેર સફાઈ કરી હતી અને જગ્યા ને સ્વચ્છ બનાવી હતી બાબા હરદેવ સિંહ જીના શાશ્વત ઉપદેશોમાંથી પ્રેરણા લઈને, સતં નિરંકારી મિશનની સામાજિક શાખા સતં નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ પ્રોજેકટ અમૃતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, આ પ્રોજેકટે આઓ સ્વારે, યમુના કિનારે ના મૂળભૂત સંદેશ દ્રારા જનજાગૃતિનું સ્વપ લીધું છે. આ પ્રસંગે સતં નિરંકારી મિશનના તમામ અધિકારીઓ, પ્રતિિ ત મહેમાનો અને હજારો સ્વયંસેવકો અને સેવાદળના સભ્યોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું સતં નિરંકારી મિશનની વેબસાઈટ દ્રારા જીવતં પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ દેશ–વિદેશમાં બેઠેલા તમામ ભકતોએ લીધો હતો. આ અવસરે દિલ્હી યુનિવર્સિટીના હજારો વિધાર્થીઓ અને શિક્ષકો સહિત અનેક સંસ્થાઓ અને પર્યાવરણ સંરક્ષણ સાથે સંકળાયેલા અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. વિગતવાર માહિતી આપતાં, જોગીન્દર સુખીજા, સચિવ અને સતં નિરંકારી મંડળના સમાજ કલ્યાણ પ્રભારીએ જણાવ્યું હતું કે 'પ્રોજેકટ અમૃત' દરમિયાન દરેક વૈધાનિક સલામતી માપદંડનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સેવકો અને મુલાકાતીઓ માટે બેઠક, અલ્પાહાર, પાકિગ, એમ્બ્યુલન્સ અને તબીબી સુવિધા વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રોજેકટમાં વધુને વધુ યુવાનોએ સક્રિયપણે ભાગ લીધો.

સુખીજાએ માહિતી આપી હતી કે આ અભિયાન માત્ર એક દિવસ ચાલશે નહીં પરંતુ દર મહિને વિવિધ ઘાટો અને પાણીના ક્રોતોની સફાઈ સાથે ચાલુ રહેશે.'પ્રોજેકટ અમૃત'ના બીજા તબક્કાનું ઉદઘાટન કરતાં, નિરંકારી રાજપિતા રમિતજીએ સતગુ માતાજી સમક્ષ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવ સિંહજીએ તેમના જીવન દ્રારા આપણને પ્રેરણા આપી કે સેવાની ભાવના નિ:સ્વાર્થ સ્વપમાં હોવી જોઈએ કોઈ પ્રશંસા ની શોધ માં નહિ .સેવા કરતી વખતે, આપણે તેની કામગીરી વિશે ઘોંઘાટ કરવાને બદલે તેના સાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ કારણ કે આપણો આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. સાત્વિક પરિવર્તન માત્ર સ્વચ્છ અને શુદ્ધ મનથી શ થાય છે.
સતગુ માતાજીએ પ્રોજેકટ અમૃત પ્રસંગે તેમના આશીર્વાદમાં કહ્યું કે પાણીનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે અને તે અમૃત સમાન છે. પાણી એ આપણા જીવનનો મૂળ આધાર છે. ઈશ્વરે આપણને આપેલી આ સ્વચ્છ અને સુંદર રચનાની કાળજી રાખવી એ આપણી ફરજ છે. આપણે માણસ તરીકે આ અમૂલ્ય વારસાનો દુપયોગ અને પ્રદૂષિત કર્યેા છે. આપણે કુદરતને તેના મૂળ સ્વપમાં રાખવાની છે અને તેને સાફ કરવાની છે.આપણે ફકત શબ્દોથી નહીં પણ આપણા કાર્યેાથી દરેકને પ્રેરણા આપવી પડશે. યારે આપણે ભગવાન સાથે જોડાઈએ છીએ જે દરેક કણમાં હાજર છે અને યારે આપણે તેનો આધાર લઈએ છીએ, ત્યારે આપણે તેની રચનાના દરેક સ્વપને પ્રેમ કરવાનું શ કરીએ છીએ. આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે યારે આપણે આ દુનિયા છોડીએ ત્યારે આ પૃથ્વીને વધુ સુંદર સ્વપમાં છોડીએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application