સીબીઆઇ દ્રારા જામનગર ઇપીએફના એન્ફોર્સમેન્ટ અધિકારીને રૂા.૧.૧૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં અને આ અધિકારીને મદદ કરનાર મીઠાપુરના બે શખસોને પણ ઉપાડી લેવામાં આવ્યા હતાં, ગઇકાલે બપોરથી મોડી રાત સુધી જામનગર અને દ્રારકાના મીઠાપુરમાં સીબીઆઇનું આ ઓપરેશન ચાલ્યું હતું, પકડાયેલા તમામ ત્રણને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, મીઠાપુર ખાતે સીબીઆઇની ટીમ પહોંચી ત્યારે દેવભુમિ દ્રારકા પોલીસ પણ મદદ માટે સાથે રહી હતી, પ્રારંભમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલ્યા બાદ નવી દિલ્હી સ્થિત સીબીઆઇની ઓફીસ દ્રારા વિગતો જાહેર કરાઇ હતી અને તેમાં ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારીને બે મદદગારો સાથે ઝડપી લેવામાં આવ્ા હોવાનું જાહેર કરાયું હતું.
જામનગરમાં આવેલ એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફડં એટલે કે ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી એન.સી.નથવાણીને રૂા.૧.૧૦ લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે અને તેને મદદગારી કરનાર મીઠાપુરના એચ.કે.ભાયાણી તથા તેના પુત્ર જય ભાયાણીની મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે, આ ત્રણેયની સામે સીબીઆઇ દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મીઠાપુરના એક ફરિયાદી દ્રારા સીબીઆઇ સમક્ષ સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી હતી અને પીએફને લગતા કેટલાક પેન્ડીંગ કામો માટે એન.સી.નથવાણી દ્રારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની વિગતો અપાયા બાદ સીબીઆઇ દ્રારા જામનગર તથા દેવભુમિ દ્રારકાના મીઠાપુર ખાતે ગઇકાલે બપોરથી રાત સુધી આખુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સીબીઆઇ દ્રારા ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતાં અને મીઠાપુર સ્થિત બંને વચેટીયા ભાયાણી પીતા પુત્ર પણ આ છટકામાં આબાદ ઝડપાયા હતાં.સીબીઆઇ દ્રારા એન.સી.નથવાણીના ઓફીસ, રહેણાંક સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, દેવભુમિ દ્રારકા, જામનગર અને રાજકોટમાં પણ સીબીઆઇની ટીમોએ પહોંચીને સંબંધીત પ્રકરણ અંગે અનેક સ્થળે દરોડા પાડયા હતાં, કેટલાક મહત્વના દસ્તાવેજો કબ્જે કરાયા છે અને મોટી રકમ પણ દરોડા દરમ્યાન સીબીઆઇ દ્રારા પકડવામાં આવી છે જેની વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
સીબીઆઇ દ્રારા લાંચ લેનાર એન્ફોર્સમેન્ટ અધિકારી અને મદદગારી કરનારા ભાયાણી પીતા–પુત્રને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને એમની પૂછપરછ દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારીની આવક કરતા વધુ સંપતિની સંબંધેની અનેક વિગતો ખુલવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.
બપોરથી જયારે સીબીઆઇનું આ ઓપરેશન શરૂ થયું ત્યારે પહેલા જુદી–જુદી ચર્ચાઓ ચાલી હતી, મોડી સાંજે મીઠાપુરમાં સીબીઆઇનો કાફલો પહોંચ્યો હતો, ભારે ગુતા સાથે આખું ઓપરેશન ચાલ્યું હતું, દેવભૂમિ દ્રારકાના પોલીસ વડા નિતેશ પાંડે સહિતની ટીમ સીબીઆઇની સાથે જોડાઇ હતી, મહીલા પોલીસનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો, મીઠાપુરમાં ઓફીસ અને સંબંધીતો ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન મોટી રોકડ રકમ પણ પકડાઇ હોવાની વાત ઉઠી હતી.
સીબીઆઇનું પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી જે તે ખાનગી કંપનીઓ પાસે પ્રોવીડન્ડ ફંડની રકમ રિલીઝ કરાવવા માટે લાંબા સમયથી લાંચ વગેરે મેળવતા હતાં અને આ સંબંધે જ એક કંપની પાસેથી લાંચ માંગવામાં આવ્યા બાદ સીબીઆઇ સમક્ષ સમગ્ર વિગતો પહોંચાડવામાં આવી હતી. જેના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કદાચ આજે એન.સી.નથવાણી અને વચેટીયા ભાયાણી પીતા–પુત્રને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે.
સીબીઆઇ દ્રારા જામનગર, દ્રારકાના મીઠાપુર અને રાજકોટ સુધી તપાસ કરવામાં આવી હોવાથી અને ખાસ કરીને એન્ફોર્સમેન્ટના અધિકારી સીબીઆઇની લાંચના છટકામાં ઝડપાયા હોવાની વિગતો બહાર આવ્યા બાદ લાંચીયા બાબુઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. આગામી દિવસોમાં આ અંગેની વધુ વિગતો જાહેર થશે અને કદાચ એન્ફોર્સમેન્ટ અધિકારી નથવાણીની આવક કરતા વધુ સંપતિ સામે આવ્યા બાદ એ મામલે પણ સીબીઆઇમાં ગુન્હો નોંધાવાની શકયતા દેખાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech