સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના હોસ્પિટલમાં ફાઈ ઓછા પ્લેટલેટસની સાથે બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ નામના વારસાગત રોગ સાથે દાખલ થયેલી સગર્ભાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે.
કેસની વિગત જોઈએ તો કોડીનારના રહેવાસી સગર્ભાને તેની પ્રથમ પ્રેગનન્સીના ત્રણ માસના ગર્ભાધાન સમયે અન્ય બ્લડ ટેસ્ટ કરતા પ્લેટલેટસ ખુબજ ઓછા થ્રોબોસાયટોપેનિયા હોવાનુ માલુમ પડેલ. રીપીટ ટેસ્ટ મા પણ પ્લેટલેટસ ઓછા જણાતા સગર્ભાને રાજકોટ હીમેટોઓંકોલોજીસ્ટના ઓપીનીયન માટે રીફર કરવામા આવેલ. હીમેટો ઓંકોલોજીસ્ટની તપાસ દરમિયાન સગર્ભાની માતાને પણ ભુતકાળમા પ્લેટલેટસ ની બીમારી હોવાનુ માલુમ પડતા સગર્ભા દર્દીના સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરાવવામા આવ્યા હતા જેમા સગર્ભાને બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ નામનો રોગ હોવાનુ નિદાન થયેલ. ત્યારબાદ સગર્ભાનુ નિયમીત રીતે તપાસ રાકોટ સ્થીત હીમેટોઓંકોલોજીસ્ટ અને કોડીનારના ગાયનેકોલોજીસ્ટ દ્રારા સારવાર આપવામા આવેલ. તા. ૭૮૨૪ ના રોજ દર્દી ને પુરા મહીના હોય ઝનાના હોસ્પિટલમા દાખલ કરવામા આવેલ. દર્દીના સગાઓ એ પણ દર્દીની ડીલીવરી જનાના હોસ્પિટલમા કરવા નક્કી કરલ. અત્રે જનાના હોસ્પિટલ મા દર્દીને દાખલ કરવાની સાથે જ ટીન ચેકપ, તમામ બ્લ્ડ તપા , સોનોગ્રાફી વગેરે કરવામા આવેલ. તેમજ હીમેટોઓંકોલોજીસ્ટએ સુચવેલ તમામ સારવાર ચાલુ કરવામા આવેલ. સારવારમા મુખ્યત્વે એસડીપી ત્રણ યુનીટ આપવામા આવેલા હતા અને જર જણાય તો ફેકટર સેવનના ઈંજેકશન પણ તૈયાર રાખવામા આવ્યા હતા. તા ૯ ના સવારે સગર્ભાને ડીલીવરીનો દુખાવો થતા નોર્મલ ડીલીવરી માટેની સમગ્ર તૈયારી કરવામા આવી હતી અને કલાકો બાદ તંદુરસ્ત બાળકનો જન્મ આપ્યો હતો. હાલ સગર્ભા દર્દીને ઓબ્સ્ટેટ્રીક આઈસીયુમા સારવારમા રાખવામાં આવી છે અને માતા–બાળકની સ્થિતિ સારી છે. જન્મતાની સાથે બાળકમાં બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ નામનો વારસાગત રોગ હોવાની શકયતા હોવાને કારણે પ્લેટલેટસના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. આમ સમગ્ર હાઈરીસ્ક પ્રસુતાની નોર્મલ ડીલીવરી ની:શુલ્ક જનાના હોસ્પિટલમાં કરવામા આવી હતી.
સફળ પ્રસુતિ ઝનાના હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો. કમલ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ડો. રેશ્મા કાપડીયા, ડો.રોશની પટેલ, ડો. મેધા ગર્ગ, ડો.ભુમી પટેલ, ડો.નંદીતા બિસ્વાસ, ડો. હાનવી વ્યાસ વગેરે દ્રારા કરાવવામાં આવી હતી.
બર્નાર્ડ સોલિયર સીંડ્રોમ રોગ શું છે
બર્નાર્ડ સોલીયર સીંડ્રોમ વારસાગત રોગ છે જે એક લાખે એક દર્દીમા જોવા મળે છે. જેમા દર્દીમા પ્લેટલેટસ ખુબજ ઓછા જોવા મળે છે. જેનુ નિદાન હિસ્ટરી અને સ્પેસીફીક બ્લડ ટેસ્ટ દ્રારા કરવામા આવે છે. આવા દર્દીઓમા કોઈ કારણોસર બ્લીડીંગ ન થાય તેની તકેદારી રાખવી પડે છે
પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨ લાખ સુધીનો ખર્ચ થઇ શકે
સગર્ભાવસ્થા દરમિયાન આ પ્રકારેનો રોગ હોઈ ત્યારે જોખમી પ્રસુતિ બને છે અને આ માટે ખુબ તકેદારી રાખવી પડે અને તેની સારવાર નો ખર્ચ પણ વધુ થાય છે. જો આ રિસ્કી પ્રસુતિ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવામાં આવી હોઈ તો ફેકટર સેવનના જરી ઇન્જેકસનની કિંમત .૪૦,૦૦૦ જેટલી થાય છે. આ ઉપરાંત રિપોર્ટ, આઇસીયુ, ડિલિવરી, દવા સહિતનો ખર્ચ દોઢથી બે લાખ પિયા જેટલો થાય છે જે ઝનાના હોસ્પિટલમાં નિ:શુલ્ક થયો હતો, આમ સામાન્ય પરિવારનો મોટો ખર્ચ પણ બચ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech