જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રમેશ ઉકાભાઇ ભાડલીયા નામના દર્દી ગંભીર હાલતમાં તપાસ માટે આવ્યા હતા. તેઓના હૃદયને લગતા રિપોર્ટ કરવામાં આવ્યા તેમાં હૃદયની ત્રણ નળી 90 ટકા બ્લોક આવી હતી.અતિ ગંભીર સ્થિતિમાં આવેલ દર્દીને હોસ્પિટલના સીવીટીસી સર્જન
ડો. હિમાંશુ જોશી દ્વારા ધબકતા હૃદય (ઓફ પમ્પ) પર બાયપાસ સર્જરી કરી ત્રણ નળી નવી બનાવવા થતી અદ્યતન સર્જરી વિશે માહિતગાર કયર્િ હતા.
દર્દીને અને તેના સગાઓને અધ્યતન ટેકનોલોજી સાથે થઈ રહેલી સારવાર અંગે માહિતગાર કરી અત્યંત જટિલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
તબીબ ડો. હિમાંશુ જોશીના જણાવ્યા મુજબ દર્દી ચકાસણી કરવા આવ્યા તે સમયે જ ત્રણ નળીઓ બ્લોક થવાના બનાવ અત્યંત ગંભીર ગણવામાં આવે છે. સંપૂર્ણપણે બ્લોક થયેલી નળીને એન્ડરટેરેકટોમી સર્જરી મુજબ 3 નળી નવી બનાવી અધ્યતન પદ્ધતિ દ્વાર કાર્ડિયાક કેર યુનિટની ટીમ દ્વારા બાયપાસ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
રજા પણ આપવામાં આવી છે અને તેની હાલત સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech