રાજકોટ સહિત રાજયભરમાં ચકચાર જગાવાનારા ટીઆરપી ગેમ ઝોનના અિકાંડ ૨૭ લોકો જીવતા ભડથું થયા મામલે કુલ ૧૫ આરોપી પૈકી અગાઉ પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ મુખ્ય આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજીમાં ગઈકાલે સવારે બંને પક્ષો વચ્ચે જોરદાર દલીલો બાદ સેશન્સ અદાલત દ્રારા ફગાવી દેવાઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયાની જામીન અરજીની તારીખ ૧૦ મીએ સુનાવણીના દિવસે ન્યાયાધીશ રજા ઉપર હોવાને કારણે ગઇકાલે તારીખ ૧૪ મીની મુદત પડી હતી, જેમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાના વકીલ વી. એચ. કનારાએ એવો બચાવ લીધો હતો કે આરોપી મનસુખ સાગઠીયા પાસે ડિમોલિશનના અધિકારો ન હતા, ડિમોલેશનની સત્તા માત્ર મ્યુનિસિપલ કમિશનર પાસે હતી, આ કેસમાં આરોપીને ફસાવી દેવાયેલ છે.
તેની સામે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, હતભાગી પરિવારોના વકીલ સુરેશ ફળદુએ કોર્ટમાં જણાવ્યું હતું કે, સને ૨૦૦૮ થી ૨૦૨૪ સુધીમાં થયેલા ડિમોલિશનનું રેકોર્ડ આરોપી સાગઠીયા ના કબજામાં જ હતું, તેણે ડિમોલિશનના ઓર્ડર કાઢા છતાં તેની અમલવારી કરી નથી અને તે કમિશનર ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ ઉપરાંત અરજીના વિરોધમાં ગોજારા અિકાંડમાં પુત્ર રાજભા (ઉ.વ. ૧૫) સહિત પાંચ આજનો ગુમાવનાર પ્રદિપસિંહ રણજીતસિંહ ચૌહાણ વતી વકીલોએ મનસુખ સાગઠીયાની જામીન અરજી સામે જોરદાર લેખિત અને મૌખિક વાંધા રજૂ કર્યા હતા. જેમા આ ગંભીર દુર્ઘટનામાં પ્રદિપસિંહના પુત્ર સહિતના પાંચ આજનો વગેરે ૨૭ લોકોનો ભોગ લેવાયો હોય, તેમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાની મુખ્ય બેદરકારી અને સાંઠગાંઠ કારણભૂત છે, તેમાં આરોપી સાગઠીયા મ્યુનિસિપલ કોર્પેારેશનમાં અગાઉથી જ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, એફઆઇઆરમાં તેનું નામ છે. નાનામવા વિસ્તારમાં ટીઆરપી ગેમ ઝોનમાં અિકાંડ સર્જાયો, તે ગેમ ઝોન ઉપર ગેરકાયદે બાંધકામ સહિતના જુદા જુદા બાંધકામ કાનૂનભંગમાં આરોપી મનસુખ સાગઠીયાએ આખં આડા કાન કરતા આ અિકાંડ સર્જાયો હતો, આ ઉપરાંત બનાવવાળી રહેણાક હેતુની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થયો હોય, તે બાબતે પગલા લેવાને બદલે ગેમ ઝોન ચાલુ રહેવા દઈને ગંભીર ગુનો આચર્યેા હોવાનું તેમજ ૨૭નો ભોગ લેનારી ભયંકર દુર્ઘટનાના માનવ સર્જિત નરસંહારના અતિ ગંભીર કૃત્યમાં મનસુખ સાગઠીયાની અગ્ર ભૂમિકા હોવાના મતલબની જોરદાર દલીલો ધ્યાને લઈને ગઈ સાંજે અદાલતે મુખ્ય આરોપી સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટિ્રકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech