વોક કરતી હતી ત્યારે અભિનેત્રીને કારે હવામાં ઉછાળતા દાંત અને હાંડકા તૂટી ગયા
બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી અકસ્માતનો શિકાર બની છે. અભિનેત્રીને કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. આ અકસ્માત દરમિયાન કેરી બર્નન્સના ઘણા હાડકા અને દાંત તૂટી ગયા હતા.
બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી માટે નવા વર્ષની શરુઆત સારી રહી નથી. અભિનેત્રીઓના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષ પર કેરી સાથે ગંભીર અકસ્માત થયો છે. આ વાતની જાણકારી કેરીની માતાએ સોશિયલ મડિયા પર ફોટો શેર કરીને આપી છે. અભિનેત્રીના ફોટો સામે આવ્યા બાદ સૌ કોઈ પરેશાન છે. તેની ગંભીર હાલત જોવા મળી રહી છે.
નવા વર્ષે 1 જાન્યુઆરી 2024ના રોજ કેરી સાથે અકસ્માત થયો હતો. આ હિટ એન્ડ રનનો મામલો કહેવામાં આવી રહ્યો છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેના શરીરમાં અનેક ફેક્ચર જોવા મળી રહ્યા છે દાંત અને હાડકાં તૂટી ગયા છે.
કેરીનો પરિવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપી રહ્યો છે. અભિનેત્રીની માતા પેટ્રિશિયા લીએ પણ હોસ્પિટલમાંથી તેના ફોટો શેર કર્યા છે. અભિનેત્રીના ચાહકો તેના સ્વાસ્થ થવા પર પ્રાર્થના કરી રહ્યા છે.
કેરી બર્નાન્સનો ચહેરો ખરાબ રીતે ઘાયલ છે અને તેના દાંતમાંથી લોહી નીકળે છે.ફોટો શેર કરતાં અભિનેત્રીની માતા પેટ્રિશિયાએ લખ્યું, “તે હજુ પણ ખૂબ જ પીડામાં છે
કેરી મિત્રો સાથે વોક કરી રહી હતી આ દરમિયાન એક કારે તેને ટક્કર મારી હતી. કેરી બર્નાસની સારવાર ચાલી રહી હતી પરંતુ તેની આ હાલત જોઈને એ સ્પષ્ટ છે કે, તે હજુ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech