યુકેમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતી વખતે, ટુશન ફી ઉપરાંત એકાઉન્ટમાં દર્શાવેલ જાળવણીની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આથી ભારતીય વિધાર્થીઓને ત્યાં અભ્યાસ માટે જવું અને રહેવું વધુ મોંઘુ બનશે .યુનિવર્સિટી ઓફ લંડનમાં અભ્યાસ માટે જાળવણીના નાણાં જાન્યુઆરી ૨૦૨૫થી વધારીને :૧૩,૩૪૭ કરવામાં આવશે (હાલના :૧૨,૦૦૬ કરતાં ૧૧.૧૭ ટકા વધુ). સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતી વખતે, ટુશન ફી સિવાય, તમારે તમારા બેંક ખાતામાં ૨૮ દિવસ સુધી આટલું બેલેન્સ જાળવી રાખવું પડશે. આ ન્યૂનતમ રકમ છે. બ્રિટનમાં જીવનનિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારતીય વિધાર્થીઓએ વધુ બચત કરવાની જરૂર
આ સાથે લંડનની બહાર ભણવાનું વિચારી રહેલા વિધાર્થીઓએ તેમના બેંક ખાતામાં એક વર્ષ માટે મેઈન્ટેનન્સ મની તરીકે ૯,૨૦૭ પાઉન્ડને બદલે ૧૦,૨૨૪ પાઉન્ડનું બેલેન્સ જાળવવું પડશે, જેમાં આવતા વર્ષથી ૧૧.૦૫ ટકાનો વધારો થયો છે. બ્રિટિશ સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ ફેરફાર ૨ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવશે.આ અંગે કરિયર મોઝેકના જોઈન્ટ એમડી મનીષા ઝવેરીએ જણાવ્યું હતું કે, યુકેના સ્ટુડન્ટ વિઝા માટે મેન્ટેનન્સ મનીમાં વધારો થવાને કારણે ભારતીય વિધાર્થીઓએ તેમના નાણાંકીય બાબતો પર વધુ ધ્યાન આપવું પડશે. જેના કારણે હવે વિદેશમાં અભ્યાસ કરવો મોંઘો થઈ શકે છે. આવી સ્થિતિમાં, યોગ્ય બજેટ બનાવવા અથવા શિષ્યવૃત્તિ શોધવાની જર પડી શકે છે. વિધાર્થીઓએ તેમના અભ્યાસનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે કારકિર્દીની સંભાવનાઓ લાંબા સમય સુધી રહે અને રોકાણ યોગ્ય હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech