વિદ્યાર્થીનીઓએ કુછડી ગામે ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોની લીધી મુલાકાત

  • December 16, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર આર્ય ક્ધયા ગુ‚કુલની દીકરીઓએ ખીમેશ્ર્વરની મુલાકાત લઈ ઈતિહાસ તથા દરિયાઈ ભૃપુષ્ઠની માહિતી મેળવી હતી.
આર્ય ક્ધયા ગુ‚કુલ ગુજરાતી માધ્યમની ધોરણ ૧૧,૧૨ આર્ટ્સની ૬૫ દીકરીઓને ખીમેશ્ર્વર લઈ જવામાં આવી હતી. કહેવાય છે ને કે શિક્ષણ ચાર દિવાલોનું મહોતાજ નથી શીખવા માટે તો દરેક સ્થળ મહત્વનું છે. તેથી જ શૈક્ષણિક હેતુથી આ દીકરીઓને ખીમેશ્ર્વર લઈ જવામાં આવી હતી ત્યા સૌ પ્રથમ ખીમેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા જ્યાં તેમણે મંદિરનો ઈતિહાસ એમની સાથે રહેલા શિક્ષકા બહેનો દ્વારા જાણ્યો. ત્યાર બાદ દરિયા કિનારે લઈ જવામાં આવ્યા હતા ત્યાં દરિયાઈ ભૃપુષ્ઠ અને દરિયાઈ જીવો વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ દીકરીઓને કુછડી ગામમાં આવેલ આયુર્વેદિક દવાખાનાની મૂલાકાતે પણ લઈ જવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થિનીઓને આયુર્વેદનું મહત્વ તથા યોગ્ય આહાર અને આપણી જીવન શૈલીમાં નિયમિત દિનચર્યાનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું. આમ આ ક્ષેત્ર મૂલાકાત માત્ર પીકનીક ન બની રહેતા શૈક્ષણિક હેતુ સભર બને તે માટે તેમની સાથે ગયેલા રમાબેન પરમાર, દિનાબેન મસાણી અને જલ્પાબેન કુછડીયા વગેરે શિક્ષિકા બહેનોએ જહેમત ઉઠાવી હતી એમ આચાર્યા ડો.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application