રાય પરીક્ષા બોર્ડ દ્રારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધો.૮માં અભ્યાસ કરતાં ૪,૮૨,૫૬૪ વિધાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જે પૈકી ૧૨૦ માર્કસની પરીક્ષામાં ૫૮૦ વિધાર્થીઓએ ૧૦૦ કરતાં વધારે માર્કસ મેળવ્યા છે. જેની સામે અંદાજે ૨ લાખથી વધારે વિધાર્થીઓ એવા છે કે જેઓ ૪૦ માર્કસ પણ લાવી શકયા નથી. જોકે, પાસ થવા માટે જરી ૬૦ માર્કસ મેળવવામાં ૪૭૨૪૭ વિધાર્થીઓ સફળ રહ્યા છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધો.૧થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કર્યેા હોય અથવા તો રાઇટ ટુ એયુકેશન અંતર્ગત સ્વનિર્ભર સ્કૂલોમાં ધો.૧માંપ્રવેશ મેળવીને ૮ સુધીનો અભ્યાસ કર્યેા હોય તેવા વિધાર્થીઓ અમલમાં લાવવામાં આવી છે.
આ પરીક્ષા પાસ કરનાર વિધાર્થીઓ ધો.૯ અને ૧૦માં વાર્ષિક ૨૨ હજાર પિયા અને ધો.૧૧–૧૨માં વાર્ષિક ૨૫ હજાર પિયા શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ પેટે આપવામાં આવતાં હોય છે. આ પરીક્ષામાં કુલ ૪,૮૨,૫૬૪ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ૨,૩૬,૨૩૬ વિધાર્થીઓ અને ૨,૪૬,૩૨૮ વિધાર્થિનીઓનો સમાવેશ થાય છે. પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ ફાઇનલ આન્સર કી અને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે.
કુલ ૧૨૦ માર્કસની પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં માત્ર ૪ વિધાર્થીઓ જ ૧૧૦થી ૧૧૪ માર્કસ મેળવી શકયા છે. શિક્ષણ વિભાગ દ્રારા વિધાર્થીઓને સ્કોલ૨શીપ કે સ્કૂલમાં પ્રવેશ પૈકી કયો વિકલ્પ પસદં કરવો છે તેની કાર્યવાહી ટૂંક સમયમાં શ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાના આધારે ધો.૯થી ૧૨માં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.
પ્રથમ મેરીટ યાદીમાં જનરલ કેટેગરીના વિધાર્થીઓને ૬૦ કરતાં વધારે ગુણ એસસી એસટી કેટેગરીના વિધાર્થીઓને ૫૫ ગુણ એસટી કેટેગરીના વિધાર્થીઓને ૫૦ ગુણ કરતા વધારે ગુણ હોય તે નહીં આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech