ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એચ.ડી.એફ.સી. બેન્કની લીધી મુલાકાત

  • August 22, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એચ.ડી.એફ.સી. બેન્કની મુલાકાત લીધી હતી.પોરબંદરની નવયુગ વિદ્યાલય ધો.૯ ના બેન્કીંગ ફાયનાન્સ સર્વિસીઝ એન્ડ ઇન્સ્યોરન્સ વોકેશનલ ટ્રેડના વિદ્યાર્થીઓએ એચ.ડી.એફ.સી. બેન્કની મુલાકાત લીધી હતી અને બેન્કની તમામ પ્રક્રિયાઓની પ્રાથમિક સમજ મેળવી હતી તમામ વિદ્યાર્થીઓને બેન્કની તમામ સુવિધાઓ અને પ્રક્રિયાઓની સમજ બ્રાન્ચ મેનેજર  બ્રિજેશભાઇ બદીયાણીએ આપી હતી.શાળાના આચાર્ય  તુષારભાઇ પુરોહિતના માર્ગદર્શન હેઠળ વોકેશનલ ટ્રેનર શ્યામભાઇ ભટ્ટ, સ્નેહભાઇ પુરોહિત અને શિક્ષક  સંજયભાઇ ગોહેલે આ વોકેશનલ વીઝીટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.વીઝીટ દરમિયાન બ્રાન્ચ મેનેજર તથા તમામ સ્ટાફે આપેલ સહકાર બદલ તમામનો શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application