જામનગર લાલપુર ધોરીમાર્ગ પર બાવળિયા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક સવાર બે વિદ્યાર્થી યુવાનોને ઈજા થઈ છે. જયારે શહેરમાં સંતોષીમાતાના મંદિર સામેના રોડ પર અકસ્માતમાં વૃદ્ધને ફ્રેકચર થયુ હતુ
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચેલામાં રહેતો અને આઈ.ટી.આઈ માં અભ્યાસ કરીને એપ્રેન્ટીશ કરતો પાર્થ પરસોત્તમભાઈ પરમાર (ઉ.વર્ષ 18) અને તેનો પિતરાઈ ભાઈ જયદીપ પરમાર કે જે પણ આઈટીઆઈ માં અભ્યાસ કરીને હાલ એપ્રેન્ટીશ કરે છે, જે બંને યુવાનો પોતાનું બાઈક લઈને લાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન બાવળિયા ગામના પાટીયા પાસે જી.જે. 10 બી.આર. 7453 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, અને બંને યુવાનોને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. જે અકસ્માતના બનાવ અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જયારે બંને ઇજાગ્રસ્ત પિતરાઈ ભાઈઓને સાવાર અપાઇ છે. પાર્થ પરમારે પંચ બીમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં હુલ્લનમીલ ચાલી ખાતે રહેતા કનુભા ઘેલુભા ઝાલા ઉ.80 પોતાની બાઇક નં. જીજે 10 બીએફ 2781 લઇને ગત તા.27ના રોજ સંતોષીમાતાના મંદિર પાસે પસાર થતા હતા ત્યારે થાર ગાડીના ચાલકે પુરઝડપે અને બેદરકારી રીતે બાઇકને હડફેટે લીધુ આ અકસ્માતમાં વૃદ્ધને પછાડી દઇને પાંસળીના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી આથી કનુભાએ થાર ગાડીના ચાલક સામે સીટી બીમાં ફરીયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech