આજકાલ પ્રતિનિધિ
નવી દિલ્હી
દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ. ફરી એકવાર ચર્ચામાં આવી છે. જામિયા મિલિયા ઈસ્લામિયામાં દિવાળીની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. દિવાળીના તહેવારને આડે એક સાહ બાકી છે અને યુનિવર્સિટીમાં પ્રી દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્રારા આયોજિત આ સમારોહમાં દીવાઓથી રંગોળી પણ બનાવવામાં આવી હતી. આરોપ છે કે કેટલાક લોકોએ પગ વડે રંગોળી સાથે છેડછાડ કરી અને પછી જોરદાર હંગામો થયો હતો અને સ્થિતિ તનાવપૂર્ણ બની જવા પામી હતી.
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.માં જે લોકો દીવા પ્રગટાવતા હતા તેઓ દીવા પ્રગટાવવામાં વ્યસ્ત હતા યારે હંગામો મચાવનાર લોકો હંગામો મચાવવામાં વ્યસ્ત હતા. આ કાર્યક્રમનું આયોજન વિધાર્થી પરિષદ અને નેશનલ આર્ટસ ફોરમ દ્રારા સંયુકત રીતે કરવામાં આવ્યું હતું અને ઈવેન્ટનું નામ 'યોતિર્મય ૨૦૨૪' રાખવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય સંગીત, રંગોળી સ્પર્ધા અને હજારો દીવાઓના પ્રકાશ સાથે સાંસ્કૃતિક મેળાવડાનું આયોજન કરવાનો હતો.ત્યારે આ હંગામો જામિયા કેમ્પસની અંદર ગેટ નંબર ૭ પર થયો હતો. વિધાર્થીઓના બે જૂથો સામસામાં આવી ગયા હતા ને બંને પક્ષો તરફથી જોરદાર સૂત્રોચ્ચાર શ થયો. આરોપ છે કે કાર્યક્રમ દરમિયાન ઈસ્લામિક નારા પણ લગાવવામાં આવ્યા હતા. માત્ર સૂત્રોચ્ચાર જ નહીં પરંતુ વિધાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી જામી પડી હતી
'અલ્લાહ હુ અકબર' નારા પણ લગાવાયા
જામિયા મિલિયા ઈસ્લામિયામાં દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી બબાલ અંગે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ નો આરોપ છે કે દીપોત્સવ દરમિયાન બહારના લોકોએ દીવા તોડી નાખ્યા, રંગોળી તોડી અને વિધાર્થીઓને માર માર્યેા. એબીવીપીનું કહેવું છે કે આ દરમિયાન ફિલીસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળોને યુનિવર્સિટીની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. વિધાર્થી પરિષદનો આરોપ છે કે કેટલાક મુસ્લિમ વિધાર્થીઓએ દીવા અને રંગોળીને પોતાના પગથી કચડી નાખ્યા, પરંતુ કાર્યક્રમમાં પહોંચીને શાંતિને ભગં કરવાનો પ્રયાસ કર્યેા. 'ફિલીસ્તાન ઝિંદાબાદ' અને 'અલ્લાહ હુઅકબર' ના નારા લગાવ્યા.
પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
દિવાળી પહેલા જામિયા યુનિવર્સિટીમાં હોબાળો થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો કાબૂમાં લીધો હતો. હંગામો મચાવતા વિધાર્થીઓને શાંત કરાવ્યા. હાલમાં કેમ્પસમાં શાંતિનો માહોલ છે, પરંતુ તણાવ યથાવત છે. મામલો વધુ વણસે તે માટે અને શાંતિ જાળવવા માટે પોલીસે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech