વિશાળ એકસોપ્લેનેટ પર જીવનની સંભાવનાના પ્રબળ સંકેતો મળ્યા

  • September 13, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાસાના વૈજ્ઞાનિકોએ ઘણા પ્રકાશ વર્ષેા દૂર એક વિશાળ એકસોપ્લેનેટ પર મહાસાગર હોવાનું શોધી કાઢું છે તેમના મતે, આપણા સૌરમંડળની બહારના આ ગ્રહ પર સંભવિત જીવનનો સંકેત આપતું રસાયણ પણ મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'કે–૨ –૧૮બી' નામનો આ એકસોપ્લેનેટ પૃથ્વી કરતા ૮.૬ ગણો મોટો છે. તેના વાતાવરણની તપાસમાં મિથેન અને કાર્બન ડાયોકસાઇડ સહિત કાર્બનને અસર કરતા અણુઓની હાજરી બહાર આવી છે.

પ્રા માહિતી અનુસાર, નાસાનું માનવું છે કે તે હાઈસિન એકસોપ્લેનેટ હોઈ શકે છે. આ પ્રકારના એકસોપ્લેનેટમાં હાઇડ્રોજન અને પાણીનો વિશાળ ભંડાર છે. નાસાના એક વૈજ્ઞાનિકે કહ્યું કે આ શોધથી બ્રહ્માંડ વિશે નવી માહિતી મળી છે. એકસોપ્લેનેટ પર જીવનની શોધ માટે આ એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. મિથેન અને કાર્બન ડાયોકસાઇડની હાજરી અને એમોનિયાનો અભાવ એ વાતની પુષ્ટ્રિ કરે છે કે કે–૨ –૧૮બી હાઇડ્રોજનથી સમૃદ્ધ વાતાવરણની નીચે સમુદ્ર ધરાવે છે. કે–૨ –૧૮બી ની શોધ નાસા દ્રારા ૨૦૧૫ માં તેના કે–૨ મિશન દરમિયાન હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્રારા કરવામાં આવી હતી. ત્યારથી તેના પર્યાવરણ પર અભ્યાસ ચાલી રહ્યો હતો. આ માટે નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપની મદદ લેવામાં આવી હતી. આ એકસોપ્લેનેટ પૃથ્વીથી ૧૨૦ પ્રકાશ વર્ષ દૂર છે અને વામન તારાની પરિક્રમા કરે છે. આ પ્રથમ વખત છે યારે સૌરમંડળની બહારના કોઈપણ ગ્રહ પર પૃથ્વી જેવું વાતાવરણ હોવાના સંકેતો જોવા મળ્યા છે. કેમ્બિ્રજ યુનિવર્સિટીના ખગોળશાક્રી નિક્કુ મધુસુદને નવા એકઝોપ્લેનેટનો અભ્યાસ કરતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે એકસોપ્લેનેટ પર જીવનની શોધ નાના ખડકાળ ગ્રહો પર કેન્દ્રિત છે, પરંતુ મોટા હાયસેન એકસોપ્લેનેટ પર રહેવા યોગ્ય વાતાવરણની શકયતા વધારે છે. કે–૨ –૧૮બી ના વાતાવરણ વિશેની માહિતીએ અમને વધુ સંશોધન કરવા પ્રેરણા આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application