જામનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત

  • March 27, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. બીજી તરફ સરકારે એસ્મા લગાડ્યા બાદ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને નોકરીમાંથી પાણીચુ અને નોટિસો અપાઈ રહ્યા છે.  જામનગરમાં હજુ પણ આરોગ્ય કર્મચારી હડતાલ પર છે.


રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માગણીને લઈને  ૧૭ માર્ચ થી હડતાલ પર છે. જ્યારે હડતાળ પૂર્ણ કરવા સરકાર દ્વારા પ્રયાસો.થઈ રહ્યા છે.પરંતુ કર્મચારીઓ મક્કમ રહ્યા છે.આથી સરકારે એસ્મા લાગુ કરી દીધો છે.અને હડતાલ પર ઉતરેલા કર્મચારી સામે આકરા પગલાના ભાગરૂપે રાજ્યના ૧૧૦૦ કર્મચારીને નોકરી માંથી પાણીચુ  આપી દેવામાં આવ્યું છે. જ્યારે ૧૦,૦૦૦ થી વધુ કર્મચારી ને નોટીસ પાઠવી દેવામા આવી છે.


જામનગર જિલ્લા માં ૧૭૩ કર્મચારીઓ ની  હડતાલ યથાવત  રહેતા કર્મચારીઓ ને નોટિસ ફટકારવામાં આવી છે. ટેકનિકલ ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા નાબૂદી ના મુદ્દે કર્મચારીઓ ની હડતાલ હજુ પણ યથાવત છે.આમ કર્મચારી સામે સરકારના આકરા પગલાં છતાં પણ  આરોગ્ય કર્મચારી લડી લેવાના મૂડમાં હોય તેમ હડતાલ થી પાછી પાની કરી નથી .જામનગર માં પણ તમામ કર્મચારીઓ હડતાલ માં જ છે તેમ આરોગ્ય કર્મચારી  મંડળ ના પ્રમુખ વજુભા જાડેજાએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application