ફેક કોલ અને મેસેજ મોકલનારાઓ સામે કડક કાર્યવાહી કરતા ટ્રાઈલએ ૨.૭૫ લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા છે. ટેલિકોમ રેગ્યુલેટર છેલ્લા કેટલાક મહિનાઓથી એકસેસ સર્વિસ પ્રોવાઈડર્સને ટેલીમાર્કેટિંગના ફેક કોલ્સ અને મેસેજ અંગે ચેતવણી આપી રહ્યું હતું. મોટી કાર્યવાહી કરતા ટ્રાઈલે ૫૦ ટેલીમાર્કેટિંગ એકસેસ સર્વિસ પ્રોવાઈડર્સને પણ બ્લેકલિસ્ટ કરી દીધા છે. ત્યારે ટેલિકોમ રેગ્યુલેટર ૧ ઓકટોબરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં વ્હાઇટલિસ્ટ વિનાના ટેલિમાર્કેટર્સ વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારના યુઆરએલ અને લિંક ધરાવતા સંદેશા મોકલી શકશે નહીં. અગાઉ તેની સમયમર્યાદા ૩૧મી ઓગસ્ટ સુધી હતી, જે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
ટ્રાઈલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૨૪ના પહેલા છ મહિનામાં સ્પામ કોલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂનની વચ્ચે ૭.૯ લાખથી વધુ ફરિયાદો અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ સામે મળી હતી. આને ગંભીરતાથી લેતા નિયમનકારે ૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તમામ એકસેસ પ્રોવાઈડર્સને કડક સૂચના આપી હતી. ટ્રાઈલે અકસેસ પ્રદાતાઓને એસઆઈપી, પીઆરઆઈ અથવા અન્ય ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરીને અનરજિસ્ટર્ડ પ્રકાશકો અથવા ટેલિમાર્કેટર્સ તરફથી પ્રમોશનલ વોઇસ કોલ્સ તાત્કાલિક બધં કરવાનો આદેશ આપ્યો છે.
આ નિર્દેશોના પરિણામે, એકસેસ પ્રોવાઈડર્સે ટેલીમાર્કેટિંગ ચેનલના દુપયોગ સામે કડક પગલાં લીધા છે. ટેલિકોમ સંસાધનોની ૫૦થી વધુ સંસ્થાઓને સ્પામિંગ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને ૨.૭૫ લાખથી વધુ એસઆઈપી, ડીઆઈડીમોબાઈલ નંબર્સટેલિકોમ સંસાધનોને ડિસ્કનેકટ કરવામાં આવ્યા હતા.ટ્રાઈલે આ મહિનાની શઆતમાં ૮ ઓગસ્ટના રોજ ટેલિકોમ ઓપરેટર્સ, ટેલિમાર્કેટર્સ અને અન્ય હિતધારકો સાથે બેઠક યોજી હતી, જેમાં તેણે માર્કેટિંગ સંદેશાઓ અને કોલ્સ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી હતી. ટ્રાઈલે તેના નિર્દેશમાં કહ્યું હતું કે, જો કોઈ એન્ટિટી સ્પામ કોલ કરવા માટે તેની એસઆઈપીપીઆરઆઈ લાઇનનો દુપયોગ કરે છે, તો એન્ટિટીના તમામ ટેલિકોમ સંસાધનો તેના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (ટીએસપી) દ્રારા ડિસ્કનેકટ કરવામાં આવશે અને એન્ટિટીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
આ માહિતી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (ટીએસપી) દ્રારા અન્ય તમામ ટીએસપી સાથે શેર કરવામાં આવશે, જે બદલામાં, તે એન્ટિટીને આપવામાં આવેલા તમામ ટેલિકોમ સંસાધનોને કાપી નાખશે અને તેને બે વર્ષ સુધીના સમયગાળા માટે બ્લેકલિસ્ટ કરશે. બ્લેકલિસ્ટિંગના સમયગાળા દરમિયાન કોઈપણ ને કોઈ નવા ટેલિકોમ સંસાધનો ફાળવવામાં આવશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech