શહેર પોલીસ દ્વારા તહેવાર અને વડોદરા તથા સુરતમાં બનેલી ઘટનાને ધ્યાને લઇ પરપ્રાંતીયને કામ પર રાખી પોલીસને જાણ કરવાના જાહેરનામા સહિતના નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.ત્યારે પોલીસે જાહેરનામા ભંગ અંગેના વધુ 28 કેસ કયર્િ છે.આ સિવાય પોલીસે ચેકિંગ દરમિયાન ત્રણ શખસોને છરી સાથે જયારે દારૂ પી વાહન ચલાવનાર ચાર શખસોને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.જાહેરનામાભંગની કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે રામનાથપરમાં લલીત ફરસાણ નામની દુકાનમાં પરપ્રાતીયને કામ પર રાખી જાણ ન કરનાર લલિત અમૃતલાલ જોષી,સોની બજારમાં ગીરીરાજ ચેમ્બરમાં ત્રીજા માળે સીસ્મા જવેલર્સ નામની દુકાનમાં બંગાળી કારીગરને કામ પર રાખી જાણ ન કરનાર અબ્દુલ સ્લામ શેખ સામે ગુનો નોંધ્યો છે.બી ડિવિઝન પોલીસે સંતકબીર રોડ પર કૈલાસધાર સોસાયટીમાં મકાન ભાડે આપ્નાર રમેશ ઉભડીયા,રમેશ ભંડેરી,ભગીરથ સોસાયીમાં કારખાનામાં કારીગરની જાણ ન કરનાર મજુર આલમ રહેમતુલ્લા શેખ, પેડક રોડ પર મકાન ભાડે આપ્નાર બીપીન ધીરજલાલ ભટ્ટ, આર્યનગરમાં મીલન વાડોલીયા, ભગવતીપરામાં મુજફર ગોરી, સુનીતાબેન સોની સામે ગુનો નોંધ્યો છે.
થોરાળા પોલીસે ચુનારાવાડમાં કારખાનામાં પરપ્રાંતીયને કામ પર રાખી જાણ ન કરનાર કારખાનેદાર ભરત વિરડીયા,મકાન ભાડે આપ્નાર રસીક નિમાવત,રામનગરમાં મકાન ભાડે આપ્નાર સંજય હુંબલ સામે ગુનો નોંધાયો છે.આજીડેમ પોલીસે સરધાર ગામમાં કારખાનામાં પરપ્રાંતીયને કામ પર રાખી જાણ ન કરનાર કારખાનેદાર ચિરાગ ઢોલરીયા સામે પ્ર.નગર પોલીસે પંચનાથ પ્લોટમાં દુકાન ભાડે આપ્નાર ભાવેશ રાચ્છ,ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર પ્રણવ મીલાય કોમ્પ્લેકક્ષમાં આવેલા ધ ગ્રીન સ્પા વેલનેસમાં નાગાલેન્ડની છોકરીને કામ પર રાખી જાણ કરનાર સ્પા સંચાલક ચીરાગ રાજેશભાઇ ખુશલાણી, વૈશાલીનગરમાં મકાન ભાડે આપ્નાર હીરભાઇ સાગડીયા,પરેશ શમર્,િ જામનગર રોડ પર બાંધકામ સાઇટ પર મજુરને રાખી જાણ ન કરનાર કોન્ટ્રાકટર અરવીંદ વેકરીયા,કનૈયા ચોકમાં દિપક સોસાયટીમાં મકાન ભાડે આપ્નાર સગ્રામ રાઠોડ, પ્રભાત ચાવડા સામે કાર્યવાહી કરી હતી.
યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ પર ઘરે ઘરઘાટી રાખી પોલીસને જાણ ન કરનાર નિતેશ સંચાણીયા, માલવીયાનગર પોલીસે અક્ષરમાર્ગ મોદી સ્કુલ પાસે ગૌતમનગરમાં મકાન ભાડે આપ્નાર અમજત જગરેલા,વિનોદ સાળુકે સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.જયારે તાલુકા પોલીસે મવડી કણકોટ રોડ પર વસંત આઇકોનીક નામની બાંધકામ સાઇટ પર મજુરને રાખી જાણ ન કરનાર કોન્ટ્રાકટર ગીરીશ સાવલીયા, 80 ફૂટ રોડ પર વી.એજ.ઢોસામાં કારીગરની જાણ ન કરનાર સંચાલક જતીન સોરઠીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સીવાય પોલીસે ચેકિંગ દરમિયાન છરી સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા અને ચાર શખસોને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન ભલે લડે, અમને કોઈ લેવા દેવા નહીં: અમેરિકા
May 09, 2025 10:39 AMપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech