રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પગલે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સઘન કાર્યવાહી
ગત શનિવારે સમી સાંજે બનેલ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે, જેના પગલે જામજોધપુર અને ભાણવડમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામજોધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમાં તપાસણી વેળા લાયસન્સ, ફાયર એનઓસી વગર ચાલતા રેસ્ટોરન્ટ અને હોટલોને સીલ કરવામાં આવી હતી.
રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારના આદેશથી તમામ હોટલો, રેસ્ટોરન્ટો, ધાબા સહિતના જાહેર સ્થળોની ચકાસણી તાલુકા મથકે ચીફ ઓફિસર દ્વારા કરવામાંઅ ાવી રહી છે. જે તપાસના ભાગપે જામજોધપુર ચીફ ઓફિસર દ્વારા શહેરની ચારથી પાંચ હોટલોમાં તપાસ કરતા જરી કાગળો, એનઓસી, લાયસન્સ કે ફાયર સેફટી ન હોવાના કારણે ગુવારે હોટલોને સીલ કરી દેવામાં આવી હતી. જેઓ સામે ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. જ્યારે પાઉંભાજી ઉપરાંત નાની હોટલો પણ તુરંત બંધ થઇ ગઇ હતી.
ભાણવડનો અહેવાલ
રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડની ઘટનાના ઘેરા પડધા પડયા છે જેમાં ભાણવડમાં પણ ફાયર સેફટીને લઇને શહેરના ફટાકડા શોપ પર ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખ઼ભાળિયાના પ્રાંત અધિકારીની સૂચનાથી ભાણવડ મામલતદાર, પોલીસ વિભાગ તેમજ ચીફ ઓફિસર સહિતની ટીમો દ્વારા સંયુકત રીતે ચેકિંગની કાર્યવાહી માટે ઉતરી પડી હતી.
શહેરમાં ખાસ કરી ફટાકડાની દુકાનમાં સેફીટી સાધનોને લઇને ચેકીંગ થયુ હતુ.જેને લઇ લોકોમાં પણ અચરજ થયુ હતુ. તદુપરાંત બપોર પછી પીજીવીસીએલની ટીમો પણ જોડાઇ હતી. સંયુકત ટીમોએ શહેરની સરકારી હોસ્પીટલ ઉપરાંત ખાનગી હોસ્પીટલ જેમાં ચંદ્રાવાડીયા હોસ્પીટલ, ડઢાણીયા હોસ્પિટલ, રાબડીયા હોસ્પીટલ સહિતમાં પણ ફાયર સેફટીને લઇને ચેકીંગ થયુ હતુ. જેમાં તમામ પાસે જરૂરી ડોકયુમેન્ટ, એનઓસી સહિત સાધનોની તપાસણી કરી હતી.
જેમાં કેટલાક પાસે જરૂરી ડોકયુમેન્ટ માલુમ નહી પડતા તેમને તાકીદ કરી સોમવાર સુધીમાં તમામ ડોકયુમેન્ટ હાજર કરવા સૂચના આપી હતી.
રાજકોટના ગેમઝોનની જીવલેણ કણાંતિકા બાદ જામજોધપુર, ભાણવડ સહિત રાજ્યભરમાં શાળા, ટ્યુશન કલાસ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ફાયર એનઓસી વપરાશની પરવાનગી સહિતના મુદ્દે તંત્ર દ્વારા તપાસ શ કરવામાં આવી છે, જેના ભાગપે જામજોધપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ફાયર એનઓસી તથા અન્ય જરી મંજુરીઓના અભાવે તંત્ર દ્વારા ચાર હોટલ રેસ્ટોરન્ટ વિઘ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં શ્રીજી રેસ્ટોરન્ટ, હેપ્પી લાઇફ રેસ્ટોરન્ટ, રોયલ ઢોસા રેસ્ટોરન્ટ અને મોમ્સ કાફે રેસ્ટોરન્ટ શીલ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech