હાલમાં સીડીપીઓ તપાસ કરી રહ્યા છે તેના અહેવાલ બાદ શિક્ષાત્મક પગલા લેવાશે
જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે આઇસીડીએસ વિભાગમાં કામ કરતી પાંચ મહીલાઓએ એ જ કચેરીના ઓફીસ સુપ્રિ. સામે જાતીય સતામણી અંગે મ્યુ.કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરતાં કોર્પોરેશનમાં ભારે ચકચાર જાગી છે, બનાવની ગંભીરતાને ઘ્યાને લઇને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ સીડીપીઓ અંજનાબેન ઠુમ્મરને તપાસ સોંપી છે, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, આ સમગ્ર પ્રકરણમાં હાલમાં તપાસ થઇ રહી છે અને તપાસ બાદ જે કોઇ જવાબદાર હશે તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે, પરંતુ આ બનાવે કોર્પોરેશનમાં ચકચાર તો જગાવી છે અને તરહ-તરહની વાતો પણ બહાર આવી રહી છે.
આઇસીડીએસ વિભાગમાં કામ કરતી પાંચેક જેટલી મહીલાઓએ એ જ વિભાગના તુલા રાશીના એક ઓએસ સામે જાતીય સતામણી કરાતી હોવાની ફરિયાદ પાંચેક દિવસ પહેલા કરી હતી અને ધીમે-ધીમે આ પ્રકરણ બહાર આવ્યું હતું, આ પ્રકરણમાં સાચી હકીકત શું છે તે પણ તપાસ થઇ રહી છે, એકી સાથે પાંચ જેટલી મહીલા કર્મચારીઓએ જાતીય સતામણીની તપાસ કરતા આ મામલો પણ ગંભીર બન્યો છે. એવી વિગતો પણ બહાર આવી છે કે, જેમની સામે આક્ષેપો થયા છે તેમના પત્ની પણ સહકર્મચારી છે.
એકાદ-બે દિવસમાં આ સમગ્ર ઘટનાનો અહેવાલ મ્યુ.કમિશ્નરને સોંપી દેવાશે, જેમની સામે આક્ષેપ થયા છે તે કર્મચારી આઉટસોર્સિંગથી કામ કરે છે, જો કે આ અંગે આક્ષેપ થયા છે તે વ્યકિતએ સતાવાર રીતે કોઇ ખુલાસો આપ્યો નથી, પરંતુ આ બનાવે ભારે આશ્ર્ચર્ય સાથે ચકચાર જગાવી છે અને કોર્પોરેશનમાં લોકો તરહ-તરહની વાતો કરી રહ્યા છે.
ડીએમસી ઝાલાએ પણ પત્રકારો જણાવ્યું હતું કે, આઇસીડીએસના એક કર્મચારી સામે પાંચેક જેટલી મહીલાઓએ હેરાન-પરેશાન કરતા હોવાની રજૂઆત મળી છે અને આ અંગે પણ એક મહીલા અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે, જેનો અહેવાલ એકાદ-બે દિવસમાં આવી જશે, ત્યારબાદ કયાં પ્રકારના શિક્ષાત્મક પગલા લેવા તે અંગે આગળની કાર્યવાહી કરાશે. મહીલા કર્મચારી ચારથી પાંચનું ગ્રુપ છે, કચેરીના વડાને આ બાબતે શું હકીકત છે અને નિયમ મુજબ શું થયું છે, સમગ્ર હકીકત બહાર આવશે ત્યારબાદ જે જવાબદાર હશે તેની સામે કડક પગલા લેવાશે. હાલ તો કોર્પોરેશનમાં આ જ વિષય મુખ્ય ચર્ચાનો મુદો બની ગયો છે.
સંપૂર્ણ તપાસ બાદ જવાબદાર સામે આકરા પગલાં-મ્યુ. કમિશ્નર મોદી
કોર્પોરેશનના આઇસીડીએસ વિભાગની કેટલીક મહીલાઓએ જાતીય સતામણીનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે ત્યારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ અંગે અમોને મહીલાઓની અરજી મળી છે ત્યારબાદ સીડીપીઓને આ સમગ્ર બનાવ અંગે તપાસ સોંપી દીધી છે, જેની તપાસ ચાલું છે, આ બનાવમાં શકયતા ચકાસવામાં આવશે અને જે કોઇ જવાબદાર હશે તેની સામે કડક પગલા લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech