જૂનાગઢના માથાભારે કુખ્યાત ગુનેગાર દેવરાજ ગેંગ સામે કડક કાર્યવાહી, ગુજસીટોકનો ગુનો દાખલ

  • October 22, 2024 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ રેકોર્ડ ઉપર 130 ગુના નોંધાયેલા જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ સહિત તેના ભાગીદાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી  ફરિયાદ કરવામાં આવી છે. 


શહેરમાં વ્યાજખોરીનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે જેમાં એક બાળકની સારવાર માટે લીધેલા લોનની રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ પીડિત પાસેથી બાઈક પડાવી લીધી હતી.


જૂનાગઢના રહેવાસી સારંગભાઈ ગામેતીએ કાળા દેવરાજ અને તેના ભાગીદાર પ્રતાપ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. સારંગભાઈના પાંચ વર્ષના દીકરા બીમાર પડતાં તેમણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સારવારના ખર્ચ માટે સારંગભાઈએ પ્રતાપ સોલંકી પાસેથી 10 ટકાના વ્યાજે 30 હજાર રૂપિયાની લોન લીધી હતી. વ્યાજની સુરક્ષા તરીકે તેમણે પોતાની બાઈકની ઓરીજનલ આર.સી. બુક પણ આપી હતી.


સારંગભાઈ નિયમિત રીતે વ્યાજની રકમ ચૂકવતા હોવા છતાં પણ પ્રતાપ સોલંકી વધુ વ્યાજની માંગણી કરતો હતો. આખરે કંટાળીને સારંગભાઈએ સંપૂર્ણ રકમ ચૂકવી દીધી અને પોતાની બાઈકની આર.સી. બુક પાછી માંગી. જોકે, પ્રતાપ સોલંકીએ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બાઈક પડાવી લીધી હતી.


આ ઘટના બાદ સારંગભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application