વારંવાર કોલ કરીને હેરાન કરનારી ટેલીમાર્કેટિંગ કંપનીઓ વિદ્ધ ટ્રાઇએ કડક વલણ અપનાવતા ટેલિકોમ કંપનીઓને મેસેજિંગ સેવાઓના દુપયોગને રોકવા અને યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે ટ્રાઈએ વિશેષ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.કેમકે ટેલીમાર્કેટિંગ કંપનીઓના આવા વલણના લીધે યુઝર્સને ખુબ પરેશ્નાની થતી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે અને અગાઉ પણ ટ્રાઇએ આવી કંપનીઓ સામે કડક વલણ અખત્યાર કયુ જ હતું પરંતુ તેને હળવાશથી લેવામાં આવતું હતું.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ અનિચ્છનીય સ્પામ કોલ્સ અને મેસેજ સામે આક્રમક વલણ ચાલુ રાખીને સ્પષ્ટ્રતા કરી છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪થી તમામ ટેલિકોમ કંપનીઓને યુઆરએલ , ઓટીટી લિંકસ અથવા કોલ બેક નંબર ધરાવતા મેસેજને ટ્રાન્સમિટ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. ટ્રાઈએ ૧ નવેમ્બરથી પ્રેષકથી લઈને પ્રાકર્તા સુધીના તમામ મેસેજના ક્રોતને ટ્રેસ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અપરિભાષિત અથવા મેળ ન ખાતી ટેલિમાર્કેટર શ્રેણીવાળા મેસેજને રોકી દેવામાં આવશે.
વાસ્તવમાં અગાઉ ટ્રાઈએ તમામ એકસેસ પ્રોવાઈડર્સને તાત્કાલિક અસરથી પ્રમોશનલ કોલ બધં કરવા જણાવ્યું હતું. આ કોલ પ્રી–રેકોર્ડેડ હોય કે કોમ્પ્યુટર જનરેટેડ હોય, તેને રોકવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ દ્રારા કરવામાં આવેલા કોલને લઈને લેવામાં આવ્યો છે. સાથે જ આમાં સ્પામ કોલ પણ સામેલ કરવામાં આવ્યા છે.ટેલિકોમ રેગ્યૂલેટરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અનરજિસ્ટર્ડ સેન્ડરઅનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ તરફથી આવતા તમામ પ્રમોશનલ વોઇસ કોલ્સ તરત જ બધં કરી દેવા જોઈએ. તેમજ કોઈ અન્ય ટેલિકોમ સંસાધનનો ઉપયોગ કરીને કોલ કરવા પર પ્રતિબધં મૂકવો જોઈએ. આવું એટલા માટે કેમ કે આનાથી યૂઝર્સને ખુબ પરેશાનીઓ થાય છે.
હુકમના વારંવાર ઉલ્લંઘન બદલ સેવાઓ સસ્પેન્ડ કરાશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ પ્રમોશનલ સામગ્રી તરીકે ટેમ્પ્લેટસનો દુપયોગ અટકાવવા માટે શિક્ષાત્મક પગલાં પણ લીધા છે. ખોટી શ્રેણી હેઠળ નોંધાયેલ સામગ્રીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. વારંવાર ઉલ્લંઘનના કિસ્સામાં મોકલનારની સેવાઓ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે
ટેલિમાર્કેટિંગ કોલને ડીએલટી પ્લેટફોર્મ પર લાવવા જરૂરી
પગલાંને અમલમાં મૂકવા માટે નિર્દેશ જાહેર કરીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૪૦ શ્રેણીથી શ થતા ટેલિમાર્કેટિંગ કોલ્સને આનલાઇન ડિસ્ટિ્રબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર લાવવા પડશે જેથી કરીને તેનું વધુ સારી રીતે નિરીક્ષણ કરી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech