મહુવા શહેર અને તાલુકામાં ઈંગ્લીશ અને દેશી દારૂનુ બેફામ વેચાણ કરવામા આવે છે. જે સત્વરે બંધ કરાવવા મહુવાના પી. આઈ.ને આવેદન પાઠવી ચીમકી આપવામાં આવી છે કે જો સત્વરે દારૂનું વેચાણ બંધ નહિ કરાવાય તો મહુવા પોલીસ મથકની સામે ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે અને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરાશે.
આવેદનમાં જણાવાયુ છે કે મહુવા શહેરમા ગાધકડા બજાર, જનતા પ્લોટ, મિલની ચાલી, માર્કેટીંગ યાર્ડની પાછળ, વાસીતળાવ, જી. આઈ. ડી.સી, જજના બંગલા પાસે, ગાંધીબાગની પાછળ રેલ્વે પાટાના વિસ્તારમા, માસુમભાઈની વાડી, ભવાનીનગર, કતપરબંદર, વિ.ટી. નગર, તેમજ મહવા ગ્રામ્યમા પોલીસ સ્ટેશનમા આવતા ગામડાઓ જેવાકે ભાદ્રોડ , ભાદ્રોડનુ ભદુમ્બરનગર, માળવાવ, નઈપ, કુંડળ છસીયા, બીલડી, પીપળવા, ડુંડાશ લુસડી, વાંગર, મોટા જાદરા, ઊમણીયાવદર, નેસવડ, રીજન્સી- નેસવડ, તરકે, તલગાજરડા, રાતોલ, વિગેરે મોટા ભાગના ગામોમાં વિદેશી અને અને દેશી વેચાણ મોટા પ્રમાણમા થાય છે.
આ દારૂ પીવાના દુષણથી નાની ઊમરનુ યુવાધન પાયમાલ થાયછો અને આ દારૂ વેચનારાઓ ખુલ્લેઆમ કહે છે કે પોલીસ અમારૂ કાંઈ બગાડશે નહિ.તો સત્વરે દારૂનું વેચાણ બંધ કરાવવા માંગ કરી છે. અન્યથા કોંગ્રેસ પક્ષ ધ્વારા મહુવા પોલીસ સ્ટેશનની સામે ઊગ્ર કાર્યકમ આપવામા આવશે. તેમજ મહુવાની જનતાને સાથે રાખીને જનતા રેડ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech