ફાયર સેફટી–એનઓસી મામલે વેપારીઓની કનડગત બંધ કરો; રાજકોટ ચેમ્બર લાલઘુમ

  • June 04, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્રારા અિશામક યંત્રો અને એનઓસી માટે વેપારીઓને ખોટી રીતે હેરાન–પરેશાન ન કરવા બાબતે કલેકટર તથા મ્યુનિશીપલ કમિશનર સમક્ષ લેખિતમાં ભારપુર્વક રજુઆત કરવામાં આવી હતી.ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતત્રં દ્રારા શહેરમાં તમામ જગ્યાએ અિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે અને આવકારે છે. પરંતુ ઘણા વેપારીઓની અમારી પાસે ફરીયાદ આવેલ છે કે તેઓ દ્રારા વર્ષ ૨૦૧૯મા અિશામક યંત્રો માટે અરજીઓ કરેલ હતી ત્યારે તે સમયે કોઈપણ જાતનો પ્રતિસાદ મળેલ ન હોત અને આવી કોઈ જરીયાત રહેતી નથી તેવું વહિવટી તંત્રો દ્રારા મૌખિક જણાવાયુ હતું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હરહંમેશ વેપાર–ઉધોગકારોના પ્રશ્નોને વાચા આપી યોગ્ય ન્યાય મળે તે માટે કાર્ય કરી રહયું છે. ત્યારે હાલમાં અિશામક યંત્રો અને એનઓસીની કાર્યવાહી દરમ્યાન વહિવટીતંત્રના અધિકારીઓ દ્રારા કોઈપણ વેપારીઓને ખોટી રીતે હેરાન–પરેશાન ન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્રારા કલેકટર તથા મ્યુનિશીપલ કમિશ્નર સમક્ષ લેખિતમાં ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે અને જો કોઈ અધિકા૨ી વેપારીઓને ખોટીરીતે હેરન–પરેશાન કરશે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી શાંત બેસશે નહી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવેલ છે કે જે કોઈ વેપારીઓને અધિકારીઓ આ બાબતે હેરાન–પરેશાન કરે તો વિના શંકોચે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર અમોને જાણ કરવી. જેથી વેપારીઓને યોગ્ય રીતે ન્યાય મળી શકે. સાથો સાથ સરકારી કામગીરીમાં તમામ વેપારીઓને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવ્યુ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application