જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામે પ્લોટમાં બાથરૂમના ભૂંગળામાં ડાટો મારવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો જેમાં મહિલા સહિત ચારને ઇજા પહોંચી હતી. આ ઘટના અંગે જામકંડોરણા પોલીસે સામસામી ફરિયાદના આધારે 15 શખસો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હરિયાસણ ગામે રહેતા મહેશભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ 37) દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ મનસુખભાઈ પરમાર, ભાવનાબેન મનસુખભાઈ પરમાર, મનસુખ પુંજાભાઈ પરમાર, દિનેશ પુંજાભાઈ પરમાર, ચંપાબેન દિનેશભાઈ પરમાર, ભાવાનાબેન પુજાભાઈ, પૂજા રૂડાભાઈ પરમાર નાનજી રૂડાભાઈ પરમાર (રહે. બધા હરિયાસણ) ના નામ આપ્યા છે.
મહેશભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સરકાર તરફથી ૧૦૦ વારનો પ્લોટ ફાળવવામાં આવ્યો હોય જે પ્લોટમાં આરોપી રવિ પરમારના બાથરૂમનું ભૂંગળું આવેલું હોય જે ભૂંગળામાં ફરિયાદીએ ડાટો મારી દીધો હતો જે વાત આરોપીને સારી ન લાગતાં ફરિયાદીને પ્લોટે બોલાવી ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી રવિએ ત્રીકમનો ઘા મારી ફરિયાદીના માથાના ભાગે મારી દીધો હતો તેમ ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મહેશ પરમારની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે સિધ્ધરાજ ઉર્ફે ચકાભાઇ ઉગાભાઇ પરમાર (ઉ.વ 45 રહે. હરિયાસણ) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ હીરાભાઈ પરમાર, હરેશ હીરાભાઈ પરમાર, હિતેશ હીરાભાઈ પરમાર, મંજુબેન હીરાભાઈ પરમાર, રેખાબેન હિતેશભાઈ પરમાર, અસ્મિતાબેન મહેશભાઈ પરમાર અને પૂજાબેન હરેશભાઈ પરમારના નામ આપ્યા છે.
આધેડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્લોટમાં બાથરૂમના ભૂંગળા બાબતે આરોપીઓએ ઝઘડો કરી ગેરકાયદે મંડળી રચી ફરિયાદીના મોટા બાપુ પુંજાભાઈ પરમાર પર પથ્થરમારો કર્યો હતો જેમાં તેમને ઇજાઓ પહોંચી હતી તેમજ આરોપી હિતેશ પરમારે ફરિયાદી તથા તેમના ભાભી ભાવનાબેન પર પથ્થરોના ઘા કરી મૂઢ મારમારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પણ જામકંડોરણા પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech