શેરબજારમાં 400 પોઈન્ટના ભારે ઉછાળા પછી કડાકો, માઈનસમાં

  • May 03, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજાર આજે જોરદાર શરૂઆત કરીણી નવા હાઈ બનાવ્યા પછી અચાનક તૂટીને માઈનસમાં ચાલ્યું ગયું હતું. માર્કેટના હેવીવેઈટ શેર આજે સારા ઉછાળા સાથે ખુલ્યા હતા. બેન્ક નિફ્ટી પણ શાનદાર ઉછાળા સાથે ખુલ્યો હતો. નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવી હતી અને 22,787.70ની નવી હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.

એનએસઈ નિફ્ટી 23 હજારના સ્તરની એકદમ નજીક આવી ગયો હતો અને આજે તે એક નવા ઐતિહાસિક શિખરને પણ સ્પર્શી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 406.71 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 75,017 ના સ્તર પર ખુલ્યો હતો. જોકે બાદમાં બંને ઇન્ડેક્સ તૂટ્યા હતા અને રેડમાં પહોંચી ગયા હતા.

શરૂઆતના ટ્રેડીંગમાં નિફ્ટીએ નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો અને તેના શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી હતી. તેના 50 શેરોમાંથી 42 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને માત્ર 8 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બજાજ ફાઇનાન્સના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો હતો જે તેના અંગેના રીઝર્વ બેન્કના ચુકાદાને આભારી હતો. ઓપનિંગ બાદ શેરમાં 410 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો . આવી જ રીતે, બજાજ ફિનસર્વ પણ જબરદસ્ત વૃદ્ધિ સાથે ટ્રેડિંગ માં હતો અને અને સાડા ચાર ટકાથી વધુ ઉછળ્યો હતો. બાકીના શેરોમાં ઓએનજીસી, એનટીપીસી અને શ્રીરામ ફાઈનાન્સમાં મજબૂતી જોવા મળી રહી હતી.બીએસઈનું નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 410 લાખ કરોડને વટાવીને રૂ. 410.62 લાખ કરોડ થઇ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News