બજેટ પહેલા શેરબજારમાં જેટ ગતિએ ઉછાળો, સેન્સેક્સ 1005 પોઈન્ટ અપ, દાયકાનો આ ત્રીજો શનિવાર છે જ્યારે શેરબજાર ખુલ્યો

  • February 01, 2025 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના બજેટની રજૂઆત માટે હવે થોડો જ સમય બાકી છે અને તે પહેલાં, ભારતીય શેરબજારમાં પણ આજે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક શેરબજારની શરૂઆત મજબૂત થઈ હતી અને બીએસઈ સેન્સેક્સ 877.20 પોઈન્ટ કે 1.14 ટકાના વધારા સાથે 77,637 પર ખુલ્યો હતો, અને એનએસઈ  નિફ્ટી 279.10 પોઈન્ટ અથવા 1.20 ટકાના વધારા સાથે 23,528.60 પર ખુલ્યો હતો. જે થોડા જ સમયમાં જેટ ગતિ સાથે 1005 અંકના ઉછાળા સાથે 77,765.80 પર ટ્રેડ થયો હતો જયારે નિફ્ટી 333 પોઈન્ટના ઉછાળા સાથે 23582 પર ટ્રેડ થયો હતો. 


બજેટના કારણે આજે દિવસભર સ્થાનિક શેરબજારમાં હલચલ જોવા મળશે. આજે શનિવાર છે અને વૈશ્વિક બજારોની જેમ, સ્થાનિક શેરબજાર એટલે કે ભારતીય બજાર પણ બંધ હોય છે, પરંતુ આજે સામાન્ય બજેટનો દિવસ છે, તેથી 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ભારતીય શેરબજાર આજે શનિવારે પણ ખુલ્લું રહ્યું અને ટ્રેડિંગ પણ સામાન્ય દિવસોની જેમ ચાલુ રહ્યું હતું.


શેરબજારના પ્રિ- ઓપનીંગમાં બીએસઈ સેન્સેક્સ 363.54 પોઈન્ટના વધારા સાથે 77864.11 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નો નિફ્ટી 65.15 પોઈન્ટના વધારા સાથે 23575 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજના ટ્રેડિંગ સત્રમાં, રોકાણકારોનું સંપૂર્ણ ધ્યાન બજેટ 2025 ની જાહેરાતો પર રહેશે. ગઈકાલે જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં સંકેત આપવામાં આવ્યો છે કે રોકાણ પ્રવૃત્તિમાં મંદી કામચલાઉ હોવાની શક્યતા છે અને ટૂંક સમયમાં તેમાં સુધારો થઈ શકે છે. સર્વેમાં ફુગાવામાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


ગઈકાલે બજેટ પહેલા શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આજે મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ, જેમાં 30 સંવેદનશીલ સૂચકાંકોનો સમાવેશ થાય છે, 0.97 ટકા અથવા 740.57 પોઈન્ટના વધારા સાથે 77,500.57 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 1.11 ટકા અથવા 258.90 પોઈન્ટના વધારા સાથે 23,508.40 પર બંધ થયો.​​​​​​​

દાયકાનો આ ત્રીજો શનિવાર છે જ્યારે શેરબજાર ખુલ્યો છે
જ્યારે જ્યારે બજેટ હોય ત્યારે સ્ટોક માર્કેટ એલર્ટ મોડમાં જ હોય છે. અગાઉ બે વખત એવું થયું છે કે બજેટ શનિવારે હોય અને એ દિવસે સ્ટોક માર્કેટ ખુલી રહી હોય. આ વખતે આવું ત્રીજીવાર થયું છે. આ પહેલાં 1 ફેબ્રુઆરી, 2020 અને 28 ફેબ્રુઆરી, 2015ના દિવસે એવું થયું હતું કે બજેટ શનિવારે હતું અને ત્યારે શેરબજાર ખુલ્લું રહ્યું હતું. ભારતીય સ્ટોક એક્સચેન્જ વીકએન્ડમાં બંધ રહેતા હોય છે. પણ આ વખતે ખાસ સેશન ચાલુ રહેવાનું છે. NSE અને BSEમાં ફૂલ ટ્રેડિંગ સેશન રહેશે. 31 જાન્યુઆરી (શુક્રવાર)ના ટ્રેડિંગનું સેટલમેન્ટ 3 ફેબ્રુઆરી, સોમવારે કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application