ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 6000 પોઈન્ટ તૂટ્યો,નિફ્ટી 1900 પોઈન્ટ ડાઉન

  • June 04, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ચૂંટણી પરિણામ આવવાનું છે.જે શેરબજાર માટે આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે અને ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળે છે.


સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સમાં 2363.83 પોઈન્ટ અથવા 3.09 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 74,104.95 પર આવી ગયો છે. ગઈ કાલે શેરબજારમાં જે ટેજી જોવા મળી હતી એ જ ઝડપથી આજે બજાર ગગડ્યુ છે. સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ટ્રેડિંગમાં બેન્ક નિફ્ટીમાં 1500થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આજે ઇન્ડિયા VIX માં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ બજારનો વોલેટિલિટી ઇન્ડેક્સ છે.

બજાર ખુલ્યાની પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો હતો

શેરબજાર ખુલ્યાની પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ ઘટીને 1147.89 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 75,320.89 પર ટ્રેડ કરી રહ્યો છે. NSE નિફ્ટી સવારે 9.19 વાગ્યે 399.15 પોઈન્ટ અથવા 1.72 ટકાના ઘટાડા સાથે 22864 ના સ્તર પર વેચાઈ કરી રહ્યો હતો.

ચૂંટણી પરિણામોના દિવસે, BSE સેન્સેક્સ 183 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા પછી 76,285 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 84.40 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા પછી 23,179 પર ખુલ્યો હતો.


શેરબજારની શરૂઆત પહેલા બીએસઈ સેન્સેક્સ 672 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77122 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 450.10 પોઈન્ટ અથવા 1.94 ટકાના વધારા સાથે 23714 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનિંગ પહેલાં, GIFT નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, 38.60 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 23447 પર હતો.


સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે BSE સેન્સેક્સ 2500 પોઈન્ટના ઉછાળા સાથે 76,469 પોઈન્ટ અને નિફ્ટી 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263 પોઈન્ટ પર બંધ થયો હતો. 2009 પછી એક જ સત્રમાં બજારમાં આ સૌથી મોટો ઉછાળો છે. 3 જૂને સેન્સેક્સે 76,738ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને નિફ્ટીએ 23,338ની નવી રેકોર્ડ હાઈ બનાવી.


3 જૂને BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 426.24 લાખ કરોડ પર બંધ થયું હતું, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારના માર્કેટ કેપનું આ સર્વોચ્ચ સ્તર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application