ભારતીય શેરબજારમાં આજે સોમવારે અઠવાડિયાની મજબૂત શઆત થઈ છે અને બજારો નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આટલા સમયમાં સેન્સેકસ પહેલી વખત ૮૨,૭૦૦ની ઉપર પહોંચ્યો છે અને નિટી પણ પ્રથમ વખત ૨૫,૩૦૦ની ઉપર ઉછળ્યો હતો.
સેન્સેકસ ૩૫૯ પોઈન્ટ વધીને ૮૨૭૨૫ની સપાટીએ ખૂલ્યો હતો. તે જ સમયે, નિટી ૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૩૩ની નવી ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો હતો. નિટી મિડકેપ ઇન્ડેકસમાં પણ નવી ઐંચી સપાટી જોવા મળી હતી. ઇન્ડેકસ પ્રથમ વખત ૫૯,૫૦૦ ની ઉપર દેખાયો.
ભારતીય શેર માર્કેટમાં ઓગસ્ટમાં શાનદાર તેજી જોવા મળી અને સેન્સેકસ નિટી પોતાના નવા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. અમેરિકામાં મંદીનું સંકટ ટાળવા, ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં સપ્ટેમ્બરમાં કાપની અપેક્ષા અને વિદેશી રોકારકારોની વેચવાલી રોકવાની સાથે ઘરેલુ રોકાણકારોની જબરદસ્ત ખરીદારીથી ભારતીય માર્કેટનો સહયોગ મળ્યો. માર્કેટમાં નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના ઈતિહાસની સૌથી મોટી રેલી જોવા મળી છે. નિટીમાં સતત ૧૨માં દિવસે તેજી જોવા મળી રહી છે. આ દરમ્યાન નિજટી ૪.૫ %થી વધુ ચડો છે. ભારતીય શેર માર્કેટમાં આ તેજી આગળ પણ દેખાઈ તેવી અપેક્ષા છે.
માર્કેટ વિશેષજ્ઞો અનુસાર, શોર્ટ ટર્મ માર્કેટમાં મોમેંટમ પોઝિટિવ રહેવાની આશા છે. મોતીલાલ ઓસવાલના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું, અમે આશા રાખીએ છીએ કે, માર્કેટમાં તેજી રહેશે, જો કે, આ સ્ટોક–વિશિષ્ટ્ર એકશન પર નિર્ભર કરશે. ટેકિનકલ ચાટર્સ પર સેન્સેકસ અને નિટી મજબૂત દેખાઈ રહ્યા છે. યૂચર એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ)ના ડેટા પણ માર્ટેમાં તેજીનો ઈશારો કરી રહ્યા છે. જો કે, બેંક નિટીનું પ્રદર્શન નિટી ૫૦થી નબળું રહી શકે છે. આઈટી સેકટરમાં તેજી ચાલુ રહેવાની આશા છે.
રોકાણકારોને માલામાલ કરનાર શેરમાં ૨૩ જુલાઈના બજેટ રજૂ થયા બાદથી જ ઘટાડો જોવા મળી રહ્યો છે. બે મહિનામાં તેમના શેર ૨૮ % સુધી તૂટા છે. બજેટમાં સંરક્ષણ ફાળવણી આશા પ્રમાણે ન વધવાથી ડિફેન્સ શેરમાં નફો પુન:પ્રા કરવામાં આવી રહ્યો છે. માસ્ટર કેપિટલ સર્વિસીસના પલ્કા અરોડાએ કહ્યું કે, શોર્ટ ટર્મમાં સંરક્ષણ શેરમાં બવાણ ચાલું રહી શકે છે. એવામાં રોકાણકારોને હાલ આમાં રોકાણથી બચવું જોઈએ. ત્યાં જ લાંબા સમય માટે રોકાણકારો બાય ઓન ડિપ્સ કરી શકે છે.
એલકેપી સિકયોરિટીઝના પક ડેએ કહ્યું કે, નિટી શોર્ટ ટર્મ માં ૨૬,૦૦૦ની સપાટી સુધી જઈ શકે છે. માર્કેટમાં હાલ બેંકિંગ સ્ટોકર્સ નિટી ૫૦ના મુકાબલે ઓછું રિટર્ન આપી શકે છે. પણ આઈટી સેકટરના સ્ટોકર્સમાં આ ગતિ જોવા મળી રહી છે. નિટી આઈટી ઈન્ડેકસ હવે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો છે. ગત ૩ મહિનામાં આઈટી ઈન્ડેકસ હવે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા છે. ગત ૩ મહિનામાં ઈન્ડેકસ ૩૦ %થી વધુ વધ્યો છે. ત્યાં જ કેટલાક આઈટી સ્ટોકનું વેલ્યૂએશન ઘણું ઉપર પહોંચી ગયું છે. ત્યાં જ કેટલાક સ્ટોક હાલ પણ પૂરા સેકટરના મુકાબલે સસ્તા સ્તર પર છે. નિટી આઈટીનું પીઈ ૩૩.૬ ગણું છે. યારે કેપીઆઈટી ટેક ૭૬ ગણું છે. પરસિસ્ટેટ સિસ્ટમાં ૬૬ ગણુ, ટેક મહિન્દ્રા ૬૪ ગણુ, ટાટા એલેકસી ૬૧ ગણુ, કોફોર્જ ૪૯ ગણુ પીઈ પર વ્યાપાર કરી રહ્યું છે. ત્યાં જ ટીસીએસ ૩૫ ગણુ, સાએન્ટ ૩૪ ગણુ, ઈન્ફોસિસ ૨૯ ગણુ, એચસીએલ ૨૮ ગણુ, અને વિપ્રો ૨૪ ગણુ પીઈ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે, શેર હાલ મોંઘા નથી. વિશેષજ્ઞો અનુસાર, આ સાહે વૈશ્વિક માર્કેટ અને વિદેશી રોકાણકારેનું વલણ માર્કેટની ગતિ શક્કી કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech