માત્ર 3 દિવસ સ્માર્ટફોનથી દૂર રહો તો સુધરી શકે છે માનસિક સ્વાસ્થ્ય

  • March 06, 2025 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સ્માર્ટફોન લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. મોટાભાગે ફોન આખો દિવસ આપણી સાથે રહે છે. આ દરમિયાન એક અભ્યાસ બહાર આવ્યો છે જે કહે છે કે ફક્ત 72 કલાક ફોનથી દૂર રહેવાથી મગજની પ્રવૃત્તિ પર અસર પડે છે.માત્ર 3 દિવસ સ્માર્ટફોનથી દૂર રહેવાથી મગજના રસાયણ વિજ્ઞાન પર અસર થઈ શકે છે. 'કમ્પ્યુટર્સ ઇન હ્યુમન બિહેવિયર' જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ 72 કલાક માટે સ્માર્ટફોનનો ઉપયોગ મર્યાદિત કરવાથી મગજના એવા ભાગોમાં ફેરફાર થાય છે જે વ્યસનમાં સામેલ ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ સાથે સંબંધિત હતા.


રિસર્ચમાં 18 થી 30 વર્ષની વયના 25 યુવાનોને ત્રણ દિવસ સુધી જરૂરી કામો માટે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના મગજના એફએમઆરઆઈ સ્કેનથી જાણવા મળ્યું છે કે જેમ જેમ ફોનની તૃષ્ણા ઓછી થઈ છે તેમ તેમ વ્યસન સાથે સંકળાયેલા રસાયણોના સ્તરમાં ફેરફાર થયા છે. હાઈડેલબર્ગ અને કોલોન યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર આ સાબિત કરે છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. ટૂંકા ડિજિટલ બ્રેક, મર્યાદિત નોટિફિકેશન અને સ્ક્રીન-ફ્રી સમય શેડ્યૂલ કરવાથી મગજનું સંતુલન સુધારી શકાય છે.


ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એફએમઆરઆઈ) સ્કેન સહભાગીઓના મગજના ફેરફારોને સમજવા માટે હાથ ધરવામાં આવ્યા હતા. મગજના તે ભાગોમાં ફેરફારો જોવા મળ્યા જે રિવોર્ડ અને ક્રેવિંગ સાથે સંકળાયેલા છે. આ પેટર્ન ડ્રગ અથવા આલ્કોહોલના વ્યસન સાથે સંકળાયેલા અભ્યાસોમાં પણ જોવા મળે છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોનથી દૂર રહ્યા પછી ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટરના સ્તરમાં ફેરફાર થાય છે. જે આપણા મૂડ, લાગણીઓ અને આદતોને નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓમાં પણ આ અસર જોવા મળી હતી.


આ સંશોધન એ સ્પષ્ટ કરે છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ મગજ પર વ્યસનકારક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ડિજિટલ જીવનશૈલીમાં માનસિક સ્વાસ્થ્ય માટે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય શકે છે.મોબાઈલનું વ્યસન કહી શકાય એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પુત્રએ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની ના પાડતા લોખંડના સળિયાથી તેના માતા-પિતા પર હુમલો કર્યો. વારસિવની એસડીઓપી અભિષેક ચૌધરીએ જણાવ્યું કે સિકંદરા ગામની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા શિક્ષક દંપતી પ્રતિભા કાત્રે (40) અને કિશોર કાત્રે (45)એ મંગળવારે સાંજે તેમના પુત્ર સત્યમ (20)ને સ્માર્ટફોન પર ગેમ રમવાની મનાઈ કરી હતી. આનાથી ગુસ્સે થઈને આરોપીઓએ તેના પર લોખંડના સળિયા વડે હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. હુમલામાં માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોર્ટમાં હાજર થયા બાદ આરોપીને જેલ હવાલે કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application