બેન્કોમાં ભરતીના પ્રશ્ને ૪ ડિસેમ્બરથી રાજયવ્યાપી અને જાન્યુઆરીમાં દેશવ્યાપી હડતાલ

  • September 28, 2023 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંકે પબ્લીક યુટીલીટી સર્વિસ છે જે બહોળા પ્રમાણમાં ગ્રાહકો, ખાતેદારો અને બેંકીંગ પબ્લીકને સેવા પ્રદાન કરી રહેલ છે. ૧૯૬૯માં બેંકોના રાષ્ટ્ર્રીયકરણ પછી બેંકોની શાખા દુર દુરના ગામડાઓમાં ખોલવામાં આવી છે. શાખાના વિસ્તારના પ્રમાણમાં બેંકોમાં પુરતા સ્ટાફની નિમણૂંક કરવામાં આવતી નથી.હાલના વર્ષેામાં બેંકોના ખાતેદાર વધેલ છે. બેંકોનો ધંધો બહોળા પ્રમાણમાં વધેલ છે જેને કારણે કર્મચારીઓ ઉપર કામનું દબાણ અતિશય વધી રહેલ છે. પરંતુ આ કાર્યબોજાની સામે પુરતા પ્રમાણમાં બેંકોમાં ભરતી કરવામાં આવતી નથી. પ્રમોશન, નિવૃતિ અને અવસાનને કારણે ઉભી થતી જગ્યાઓ સામે ભરતી કરવામાં આવતી નથી. અપુરતા અને ઘટતા સ્ટાફને કારણે કર્મચારી ઉષ્માપૂર્ણ ગ્રાહક સેવા આપી શકતી નથી. આને કારણે ગ્રાહકો સાથે અનિચ્છનીય ટકરાવ પણ ઉભા થઈ જાય છે.
આર્થિક સામેલગીરીની સરકારની યોજનાને કારણે ૫૦ કરોડથી વધુ ખાતા ખોલવામાં આવેલ છે. શાખાઓમાં આના કારણે કાર્યબોજ વધી ગયો છે. સરકારનો અને બેંકનો મલીન ઈરાદો છે કે બેંકોમાં કલેરીકલ અને સબસ્ટાફની સંખ્યામાં માતબર ઘટાડો કરી અધિકારીઓની સંખ્યામાં વધારો કરવો. ઈરાદો એ છે કે, ઔધોગીક વિવાદ અધિનિયમ હેઠળ આવતા કર્મચારીઓનો ઘટાડો કરવો.
બેંકોમાં અપર્યા ભરતીને કારણે બેંકોની ગ્રાહક સેવામાં ઈરાદાપુર્વક અસર પહોંચે તેની નીતિને કારણે રાષ્ટ્ર્રીયકૃત બેંકોની શાખ ઘટતી જાય છે અને ખાનગી બેંકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
સરકારની આ નીતિનો વિરોધ કરવા ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસીએશન નીચે મુજબના આંદોલનાત્મક કાર્યક્રમ આપેલ છે.


૪ ડીસેમ્બર એસબીઆઈ, પંજાબ નેશનલ અને પંજાબ એન્ડ સિંઘ બેંકમાં દેશવ્યાપી હડતાલ. ૫ ડીસે. બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયામાં દેશવ્યાપી હડતાલ. ૬ ડીસે. કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંકમાં દેશવ્યાપી હડતાલ. ૮ ડીસે. યુનિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર્રમાં દેશવ્યાપી હડતાલ. ૧૧ ડીસે. ખાનગી બેંકોમાં દેશવ્યાપી હડતાલ. ૨ જાન્યુઆરી ૨૦૨૪ તામીલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, પોંડીચેરી, આંદામાન, નિકોબાર, લક્ષદ્રીપમાં દરેક બેંકોની સંપુર્ણ હડતાલ. ૩ જાન્યુ. મહારાષ્ટ્ર્ર, ગુજરાત, ગોવા, દીવ, દમણમાં બધી બેંકોમાં હડતાલ. ૪ જાન્યુઆરી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢમાં બધી બેંકોની હડતાલ. ૫ જાન્યુઆરી દિલ્હી, પંજાબ, હરીયાણા, જમ્મુ, કાશ્મીર, ઉતરાખંડ,હિમાચલપ્રદેશમાં બેંકોમાં હડતાલ. ૬ જાન્યુ. વેસ્ટ બેંગાલ, ઓડીસા, બિહાર, ઝારખંડ, આસામ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, અરૂણાચલપ્રદેશ, સિકકીમ રાયમાં દરેક બેંકોની હડતાલ. ૧૯, ૨૦ જાન્યુઆરીએ બે દિવસની બેંક હડતાલ અને અન્ય કાર્યક્રમને કારણે ગ્રાહક સેવામાં વિક્ષેપ પડશે. આ આંદોલન બેંકમાં પર્યા ભરતી કરવા માટેનું છે જેથી ગ્રાહકોને વધુ સારી સેવા આપી શકાય. ગ્રાહકો પણ કર્મચારીઓના આ અભિગમને સમજી શકશે તેમ કે.પી.અંતાણી મહામંત્રીએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application