સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાય સરકારના તપાસનીશ અધિકારીઓની ધરપકડના મામલામાં જે તે રાયની પોલીસને સંતુલન જાળવી રાખવા પર ભાર મૂકયો છે. કોર્ટે કહ્યું કે રાય પોલીસને ભ્રષ્ટ્રાચારની તપાસ કરતા રોકી શકાતી નથી, પરંતુ કેન્દ્ર સરકારના અધિકારીઓની બદલો લેવાની ઈચ્છાથી ધરપકડ બંધારણીય કટોકટી તરફ દોરી શકે છે.
રાય સરકાર દ્રારા કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓની ધરપકડના વધી રહેલા મામલા પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય અધિકારીઓને પ્રતિશોધથી બચાવવાના સ્પર્ધાત્મક ઉદ્દેશ્યો વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકયો હતો.
સુપ્રીમ કોર્ટમાં કથિત ભ્રષ્ટ્રાચાર માટે તમિલનાડુ પોલીસ દ્રારા ઈડીના અધિકારીની ધરપકડ સંબંધિત કેસની સુનાવણી થઈ. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે સવાલ એ છે કે અધિકારીઓ કેન્દ્ર સરકારના છે, શું રાજય પોલીસ દ્રારા તેમની ધરપકડ કરવી જોઈએ. જો કેન્દ્ર સરકારે તે અધિકારી સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપી હોત તો તે સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિ હોત.
આરોપીને નિષ્પક્ષ તપાસનો અધિકાર છે
યારે આરોપી અધિકારીના વકીલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યેા ત્યારે તિવારીએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તે તપાસનો વિષય છે કે કઈ એજન્સીએ ગુનાની તપાસ કરવી જોઈએ. આ કેસમાં આરોપીની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. બેન્ચે કહ્યું કે આરોપીની તપાસમાં કોઈ ભૂમિકા હોઈ શકે નહીં, પરંતુ તેને નિષ્પક્ષ તપાસનો અધિકાર છે.
...તો બંધારણીય કટોકટી ઉભી થશે
કેસ સાથે સંકળાયેલા વિરોધાભાસી મુદ્દાઓનો ઉલ્લેખ કરતા, બેન્ચે કહ્યું કે સંઘીય માળખામાં, દરેક ઘટક એન્ટિટીને તેના અધિકારક્ષેત્રના વિશિષ્ટ્ર ડોમેનને જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ.જો રાયની પોલીસ, બદલાની ભાવનાથી, કેન્દ્ર સરકારના અધિકારીઓની ધરપકડ કરે છે, તો તે બંધારણીય કટોકટી સર્જશે.રાય પોલીસને તેના અધિકારક્ષેત્રમાં ગુનાની તપાસ કરવાની સત્તાથી વંચિત રાખવું અનિચ્છનીય હશે. પોલીસ શકિતના આ બે સ્પર્ધાત્મક પાસાઓ વચ્ચે સંતુલન સાધે તે જરી છે.
અધિકારી ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા હતા
તમિલનાડુના એડિશનલ એડવોકેટ જનરલ અમિત આનદં તિવારીએ જસ્ટિસ ઉલ ભુયાનની ખંડપીઠને જણાવ્યું હતું કે ઈડી અધિકારી ૨૦ લાખ પિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદા હેઠળના કેસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તિવારીએ કહ્યું કે રાય પોલીસ ચાર્જશીટ દાખલ કરવા માટે તૈયાર છે, પરંતુ ઈડી સુપ્રીમ કોર્ટમાં જઈ રહી હોવાથી રાહ જોવી પડી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech