કુંભારવાડામાં સ્ટેટ મોનીટરીંગ ત્રાટક્યું

  • December 25, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાતાલ પર્વે ભાવનગરમાં દારૂનું વેચાણ અને હેરફેર અટકાવવા સ્થાનિક પોલીસ કાર્યરત છે.આમ છતાં પણ દારૂનું દુષણ ઓછું થતું નથી રોજ બરોજ પોલીસ દ્વારા વિદેશી તેમજ દેશી દારૂ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરમ્યાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને  શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહિલા દ્વારા પોતાના રહેણાંકના મકાનમાં દારૂનો મોટો કારોબાર થતો હોવાની મળેલી બાતમીના આધારે ત્રાટકી કોથળા મોઢે દેશી દારૂ સહિત કુલ રૂ. ૩, ૪૩, ૦૦૦નો મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગર શહેરમાં દારૂ માટે આડોડિયાવાસ બાદ કુંભારવાડા વિસ્તાર પણ કુખ્યાત છે. આ બન્ને મુખ્ય ગણાતા વિસ્તારમાં  પોલીસના  તબ્બકાવાર દરોડા  છતાં પણ બે રોકટોક પણે દારૂનું વેચાણ થાય છે. દરમ્યાન નાતાલ પર્વ પર ભાવનગરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા શખ્સો સક્રિય બન્યા હોય તેમ પોલીસની ધાક વીના દારૂ સગેવગે કરી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના ઇસ્કોન ઇલેવન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એકએ ઝડપી લીધો હતો ત્યારે સ્ટેટ મોનીટરીગ સેલની ટીમ દ્વારા  શહેરના કુંભારવાડા, નારી રોડ પર જુબેદાબેન શેખના રહેણાંકના મકાનમાં દેશી દારૂબો મોટો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે દરોડા પડ્યા હતા.
સ્ટેટ મોનીટરીગ સેલની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમ્યાન કોથળા મોઢે દારૂ મળી આવતા કુલ રૂ. ૩, ૪૩, ૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ યાકુબ કાસમ  શેખ (ઉ. વ. ૨૮, કુંભારવાડા), સુરેશ સામંત ચૌહાણ (ઉ. વ. ૪૨, રે. કુંભારવાડા), મહેબૂબ કાસમ શેખ (ઉ. વ. (૩૧ રે. કુંભારવાડા)અને  સોહીલ કાસમ શેખ (ઉ. વ. ૨૮)સહિતના શખ્સોને ઝડપી લઇ બોરતળાવ પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીગ સેલના કૃષ્ણદેવસિંહ સુખદેવસિંહ જાડેજાએ ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્ટેટ મોનીટરીગ સેલના દરોડાના પગલે કુંભારવાડા વિસ્તારમાં  ભારે ચકચાર મચી હતી અને લોકોના ટોળાં ઉમટ્યા હતા. જેના પગલે મોનીટરીગ સેલ દ્વારા સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાવી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application