ગુજરાત રાજયના મુખ્ય સચિવ રાજકુમાર સામાજિક કારણોસર નવ દિવસ સુધી રજા પર જતા તેમનો ચાર્જ મુખ્યમંત્રી કાર્યાલય માં ફરજ બજાવતા પંકજ જોશીને સોંપવામાં આવ્યો છે. મુખ્ય સચિવના પરિવારમાં લપ્રસગં હોવાથી મુખ્યસચિવ ૨૯ નવેમ્બરથી ૭મી ડિસેમ્બર સુધી રજા પર ગયા છે.
ગુજરાતના હાલના મુખ્યસચિવ અને ૧૯૮૭ની બેચના આઇએએસ અધિકારી રાજકુમાર જાન્યુઆરી ૨૦૨૫માં વય મર્યાદાને કારણે નિવૃત્ત થશે તેમના અનુગામી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિક મુખ્યસચિવ પંકજ જોષીનુ નામ હાલ ચર્ચાય છે.તેવા સમયે તેમને આજ થી મુખ્યસચિવનો નવ દિવસનો ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાયના મુખ્ય સચિવ રાજકુમારના પરિવારમાં લપ્રસગં હોવાથી મુખ્યસચિવ ૨૯ નવેમ્બરથી ૭મી ડિસેમ્બર સુધી રજા પર છે. મુખ્યસચિવ રાજકુમાર ઘરમાં પુત્રનો લપ્રસગં હોવાથી ૨૯મી નવેમ્બરથી ૭મી ડિસેમ્બર સુધીના નવ દિવસ સુધી રજા પર ઉતરી રહ્યાં છે ત્યારે તેમનો ચાર્જ પંકજ જોષીને આપવામાં આવ્યો છે. તેઓ ૧૯૮૯ની બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે.
રાયના સામાન્ય વહીવટ વિભાગના આદેશ પ્રમાણે પંકજ જોષી મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત મુખ્યસચિવની જગ્યાનો વધારાનો હવાલો સંભાળશે. રજા પરથી યારે આ રાજકુમાર પરત આવશે ત્યારે ચાર્જમાંથી પંકજ જોષીને મુકત કરવામાં આવશે.
સચિવાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાય સરકારમાં સૌથી વધુ સિનિયર મોસ્ટ અધિકારી પંકજ જોષી છે. તેમની જ બેચના બીજા અધિકારી કે. શ્રીનિવાસ હાલ ડેપ્યુટેશન પર નવી દિલ્હીમાં છે.રાજકુમારની નિવૃત્તિ પછી પંકજ જોષી મુખ્યસચિવ પદના તેઓ પ્રથમ હક્કદાર થશે જે જુલાઇ ૨૦૨૭માં નિવૃત્ત થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech