સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં સવા ચાર માસમાંરૂ.2.52 અબજની નોટ આવી

  • September 28, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2000ની નોટ બંધ થવાને માત્ર બે દિ’ બાકી
બેંક દ્વારા આરબીઆઇના નિયમોનો કરાતો ઉલાળીયો: લોકો પરેશાન


કેન્દ્ર સરકારે લગભગ સાડા ચાર મહીના પહેલા 2000 પિયાની ગુલાબી નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવા જાહેરાત કરી હતી અને આ માટે તા.30 સપ્ટેમ્બર નકકી કરી હતી, હવે આ નોટ બંધ થવાને માત્ર બે દિવસ બાકી છે, મુદત વધવાની પણ કોઇ શકયતા નથી ત્યારે કેટલીક બેંકોમાં 2000ની નોટ બદલાવવા લોકો પરેશાન થઇ રહ્યા છે, એટલું જ નહીં આરબીઆઇના જાહેરનામાનો બેંકના અધિકારીઓ દ્વારા સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે, લોકોને બે દિવસમાં જ આ નોટો બદલી શકાશે, આજે રજા હોય તા.29 અને 30ના રોજ નોટ બદલાવવા બેંકોમાં પણ લાઇન લાગે તેવી શકયતા છે.


કેન્દ્ર સરકારના આદેશ બાદ આરબીઆઇની તા.19 મેના રોજ ગાઇડલાઇન બહાર પડી હતી અને ા.2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ નાની-મોટી બેંકોમાં લોકો પોતાના ખાતામાં નોટ બદલાવી શકતા હતાં, જામનગર શહેર-જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની 32 બ્રાંચમાં લગભગ 126 દિવસમાં એટલે કે સવા ચાર મહીનામાં ા.2.52 અબજની ચલણી નોટો પાછી હોવાનું જાણવા મળે છે. ત્યારે અન્ય સહકારી બેંકોમાં પણ ચલણી નોટો આવી છે તેનો હજુ ચોકકસ આંકડો બહાર આવ્યો નથી.



મળતી માહિતી મુજબ શહેર-જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની મુખ્ય શાખા રણજીત રોડ બ્રાંચમાં 2.023695000ની નોટ જમા થઇ હતી, 133252000 નોટો બદલાવામાં આવી હતી, કુલ આંકડો 2176947000 થયો છે. જામજોધપુરની બ્રાંચમાં 341986 હજાર નોટ જમા થઇ, 7392000 કુલ નોટ 349378000 આમ કુલ 140644000 નોટ બદલાવાઇ છે, 2385681000 નોટ જમા થઇ છે જયારે 2526325000 નોટ એસબીઆઇમાં જમા થઇ હોવાનું જાણવા મળે છે, આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, આઇડીબીઆઇ, નવાનગર બેંક, કો.કો.બેંક સહિતની બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક તેમજ અન્‌ય બેંકોમાં પણ ા.2000ની નોટ બદલવામાં આવી છે, સાચો આંકડો તા.1 ઓકટોબર પછી બહાર આવે તેવી શકયતા છે.


જો કે આ વખતે ગયા વખતની જેમ 2000ની નોટ બદલવા બહુ ઘસારો થયો ન હતો, પહેલા ચાર-પાંચ દિવસ બેંકમાં થોડી લાઇન હતી અને હવે છેલ્લા બે દિવસ બાકી છે ત્યારે ફરીથી બેંકમાં લાઇન લાગે તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application