વિશ્વની સૌથી મોટી કોફી બ્રાંડ સ્ટારબકસ ક્રિસમસથી રાજકોટમાં શ થઇ રહી છે. થોડા સમય પહલાં કેટલાક અધુરિયાઓએ એવી હવા લાવવાનો પ્રયત્ન કર્યેા હતો કે કોફી બ્રાંડ સ્ટારબકસ અને રમકડાંની વૈશ્વિક બ્રાંડ હેમ્લીઝ જે બિલ્ડીગમાં આવી રહ્યાં છે તેને કમ્પ્લીશન વગરે મંજૂરીઓ મળવામાં મોડું થતાં કરાર રદ કરી દેવામાં આવ્યા હતા. આજકાલે કરેલી તપાસમાં આ સમાચાર ખોટા નીકળ્યા હતા અને સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે ક્રિસમસમાં જ ભવ્ય ઉદઘાટન સમારભં યોજીને રાજકોટમાં સ્ટારબકસનું લોન્ચિંગ કરવામાં આવશે.
રાજકોટમાં હવે અસંખ્ય વૈશ્વિક બ્રાન્ડસના સ્ટોર ખુલી ગયા છે અને શહેરના યુવા વર્ગમાં તેનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટારબકસનો પ્રથમ સ્ટોર ખુલવા બાબતે કેટલાક અર્ધદગ્ધ લોકોએ ખરાઈ કર્યા વગર માત્ર સાંભળેલી વાતોને આધારે ફેલાવેલી ગેરમાહિતીથી યુવાવર્ગમાં તેમના પ્રત્યે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો. એવી વાતો ફેલાવવામાં આવી હતી કે બિલ્ડીંગનું કમ્પ્લીશન નહીં મળતા સ્ટારબકસે રાજકોટના ફ્રેન્ચાઈઝી સાથેનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યાહતા અને આજ રીતે હેમ્લીઝ બ્રાન્ડનો સ્ટોર પણ રાજકોટમાં ખુલવાનો હતો પરંતુ બિલ્ડરને સમયસર કમ્પ્લીશન નહીં મળતા હેમલી બ્રાન્ડે પણ રાજકોટથી મોઢુ ફેળવી લીધું છે. આ બાબતે આજકાલે તપાસ કરતાં સત્તાવાર સુત્રોએ તને માત્ર અફવાઓ જ છે.
સુત્રોએ જણાવ્યું હતું કે સ્ટારબકસ માટેની મશીનરી પણ આવી ગઈ છે અને ફર્નીચરનું કામ પણ લગભગ ૮૦–૮૫ ટકા જટલું પૂર્ણ થઇ ગયું છે.
એત્ર ઉલ્લેખનીય છે કે સ્ટારબકસ ફ્રેન્ચાઈજી આપતું નથી પોતાના સ્ટોર જ ખોલે છે. રાજકોટમાં કાલાવડ રોડ પર કણસાગરા કોલજની સામે બની રહેલાં બિલ્ડીંગમાં જ સ્ટારબકસ અન હેમ્લીઝ ખુલી રહ્યાં છે. હેમ્લીઝની લોન્ચિંગ તારીખ હજી નક્કી થઇ નહીં હોવાનું સુત્રો જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMશિયાળાની ઠંડીમાં ફાટેલી એડીઓથી છુટકારો મેળવવાના આ રહ્યા અસરકારક ઘરેલુ ઉપાય
December 20, 2024 06:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech