કાલે રાજકોટનું બજેટ મંજૂર કરશે સ્ટેન્ડિંગ: કર પ્રસ્તાવમાં ફેરફાર

  • February 08, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૯ને શુક્રવારે સવારે ૧૦–૩૦ કલાકે ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટિની મિટિંગમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪નું રીવાઇઝડ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું બજેટ મંજુર કરવામાં આવશે. શાસકો કર પ્રસ્તાવમાં ફેરફાર કરશે મતલબ કે કમિશનર એ જેટલો વેરા વધારો સુચવ્યો છે તેટલો મંજુર નહીં કરે તેવી પુરી શકયતા છે તદઉપરાંત ચૂંટણી વર્ષને ધ્યાને લઇ બ્રિજ સહિતની નવી યોજનાઓ ઉમેરે તેવી શકયતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું હતું કે સવારે ૧૦ કલાકે ભાજપ પાર્ટી સંકલનની મિટિંગ મળશે ત્યારબાદ ૧૦–૩૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળશે જે પૂર્ણ થયા બાદ તુરતં જ પ્રેસ કોંફરન્સ યોજાશે. નાગરિકો માટે બહત્પજન હિતાય અને બહત્પજન સુખાય તેવું સર્વ હિતકારી અને સર્વસમાવેશક બજેટ આપવા પ્રયાસ કર્યેા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૦ વર્ષથી રાજકારણમાં સક્રિય અને ૧૦ વર્ષથી કોર્પેારેટર તરીકે કાર્યરત એવા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર કાલે તેમના કાર્યકાળનું પ્રથમ બજેટ મંજુર કરશે આથી તેઓ શહેરને અને શહેરીજનોને નવું શું આપશે તેના ઉપર ૨૦ લાખ રાજકોટવાસીઓની મીટ મંડાયેલી છે.

બજેટમાં મોટા ફેરફારને અવકાશ ઓછો
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ એ મહાપાલિકાના બજેટ પહેલા સૂચનો મંગાવ્યા હતા અને આવેલા સૂચનોમાંથી ગ્રાહ્ય રાખવા પાત્ર હોય તેવા મહત્તમ સૂચનોનો સમાવેશ કરીને બજેટ બનાવ્યું હોય તેમ જ ખાસ કરીને નગરસેવકો પાસેથી આવેલા વોર્ડ વાઈઝ સૂચનો અને રજૂઆતોને પણ ખાસ ધ્યાને લીધા હોય બજેટમાં કોઈ મોટા ફેરફારો કરીને શાસકો મંજૂર કરે તેવો અવકાશ ખૂબ ઓછો છે. સામાન્ય ફેરફારો સાથે બજેટ મંજૂર થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application