મહાનગરપાલિકા સેનિટેશન અને ફડ વિભાગ દ્રારા શહેરમાં ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડોમિનોઝ પિઝામાં તપાસ દરમિયાન વાસી અને અખાધ જથ્થો મળી આવતા રૂા.૨૫ હજારનો દડં ફટકારવામાં આવ્યો હતો.
જૂનાગઢ મહાનગર પાલિકા દ્રારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર એ.એસ.ઝાપડા, આસી.કમિશનર જયેશભાઈ પી. વાજા તથા સેક્રેટરી અને આસી.કમિશનર (ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલીયાની સૂચના મુજબ ઓફીસ સુપ્રી. જીેશભાઈ પરમાર, સેની.સુપરવાઈઝર ધર્મેશભાઈ ચુડાસમા, ભરતભાઈ ગોસ્વામી તેમજ સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેકટર રાજેશભાઈ ઠાકર અને હિતેશભાઈ પરમાર દ્રારા ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બહાઉદીન કોલેજ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં તપાસ દરમિયાન વાસી બન્સ, ખુલ્લ ામાં ખાધ ચીજો વેચાણ થતું હોવાથી મહાનગરપાલિકા દ્રારા રૂા.૨૫ હજાર ન્યુસન્સ ચાર્જ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોતીબાગ વિસ્તારમાં આવેલ શાકભાજી, ડેરી અને પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરાતા ત્રણ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો ઝડપી રૂા.૭,૨૦૦નો દડં ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફડ શાખા દ્રારા ડોમિનોઝ પિઝામાંથી નમૂનો પણ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech