શ્રીલંકાએ મહિલા એશિયા કપ 2024માં ભારતને હરાવીને ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકાએ પ્રથમ વખત મહિલા એશિયા કપ પર કબજો કર્યો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 165 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ એકતરફી મેચ જીતી લીધી હતી. કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવ્યું.
મહિલા એશિયા ટી20 કપ 2024ની ફાઇનલ મેચ ભારતીય ટીમ મહિલા અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 165 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જેમિમાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. અંતે રિચા ઘોષે 14 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીને બે વિકેટ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech