સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું ૧૧૦૦ રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઈ ગયું છે. આ ૮ ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ ૧૦૦૮ રાકેશપ્રસાદ તથા સંતોના હસ્તે ૩૧મી ઓક્ટોબરના રોજ થશે. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશદાસ સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસ-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડા અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં ૨૦ વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું ૯, ૦૦, ૦૦૦૯ સ્ક્વેર ફૂટમાં ક્ધસ્ટ્રક્શન કરાયું છે. ૮ ફ્લોરવાળું અને ૧૦૮ ફૂટ ઊંચુ બિલ્ડીંગ ૩૪૦ કોલમ પર ઊભું કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ િબ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ ૧૦૦૦ થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં ૫૦૦ અઈ અને ૩૦૦ નોન અઈ રૂમ, ૫ સર્વન્ટ હોલ, ૧૪ સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત ૧૦ હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ ૧૦૦૦ થી વધુ રૂમમાં ૫, ૦૦૦ થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં ૪૦૦ અઈ રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ ૧૫૦૦ રૂપિયા અને ૩૦૦ નોન અઈ રૂમ ૮૦૦ રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. ૪૫ સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ ૩ હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં ૪ સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં ૬-૬ પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ ૧૨ હજાર સ્ક્વેર છે. જેમાં ૨૦૦ લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે.
મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ ૧૦૦ લોકોના સ્ટાફથી ઓપરેટ થશે. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ૩૦૦ થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં ૨૫૦૦ થી વધુ કાર, ૧ હજાર ટુવ્હીલર અને ૫૦ બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.
હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય ૧૧૦૦ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ૩૧મી ઓક્ટોબર ના રોજ કરાશે. હરિપ્રકાશદાસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું હતું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech