મહાકુંભ મેળામાં જવા અમદાવાદથી બે, વડોદરાથી એક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  • February 06, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે દ્રારા મહાકુંભ મેળા–૨૦૨૫ દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં મહાકુંભ મેળામાં જવા માટે અમદાવાદ– જંઘઈ, સાબરમતી– બનારસ અને વિશ્વામિત્રી– બલિયાની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર ૦૯૪૦૫ ૦૯૪૦૬ અમદાવાદ– જંઘઈ– અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ (૪ ફેરા) ટ્રેન પૈકી નંબર ૦૯૪૦૫ અમદાવાદ– જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ તા. ૧૩ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી રાત્રે ૨૨:૪૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે પરોઢિયે ૦૪:૩૦ કલાકે જંઘઈ પહોંચશે. વળતા એ જ રીતે ટ્રેન નંબર ૦૯૪૦૬ જંઘઈ– અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ તા.૧૫ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ જંઘઈથી ૦૮:૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૮:૦૦ કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગજં મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨–ટિયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ હશે.
યારે ટ્રેન નંબર ૦૯૪૫૩ ૦૯૪૫૪ સાબરમતી– બનારસ– સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ (૨ ફેરા) ટ્રેન પૈકી નંબર ૦૯૪૫૩ સાબરમતી– બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ૨૧ફેબ્રુઆરના રોજ સાબરમતીથી સવારે ૧૧:૦૦કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૬:૦૦ કલાકે બનારસ પહોંચશે. વળતા એ જ રીતે ટ્રેન નંબર ૦૯૪૫૪ બનારસ– સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ બનારસથી રાત્રે ૧૯:૩૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે મધરાત બાદ ૦૦:૩૦ કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨–ટિયર, એસી ૩–ટિયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ હશે.
આ ઉપરાંત ટ્રેન નંબર ૦૯૧૩૯ ૦૯૧૪૦ વિશ્વામિત્રી– બલિયા– વિશ્વામિત્રી (વડોદરા) મહાકુંભ મેળા સ્પેશિયલ (૦૨ ફેરા) ટ્રેન પૈકી નંબર ૦૯૧૩૯ વિશ્વામિત્રી– બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રીથી સવારે ૦૮:૩૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૨૦:૩૦ કલાકે બલિયા પહોંચશે. વળતા એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૧૪૦ બલિયા– વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૨૩:૩૦ કલાકે બલિયાથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૧૦:૦૫ કલાકે વિશ્વામિત્રી (વડોદરા) પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉૈન, શુજાલપુર, સંતહિરદારામનગર, વિદિશા, ગંજબાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લમીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જાૈનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર ૦૯૧૩૯નો વડોદરા સ્ટેશન પર એકસટ્રા સ્ટોપેજ હશે. ટ્રેનમાં એસી ૧–ટિયર, એસી ૨–ટિયર, એસી ૩–ટિયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૪૦૫, ૦૯૪૫૩ અને ૦૯૧૩૯નું બુકિંગ ૦૬ ફેબ્રુઆરીથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application