રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોક કુમાર દ્રારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના ડી.આઇ.જી.પી.એસ.પી. તથા ડી.વાય.એસ.પી. સાથે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રેન્જના પાંચે જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી સમયમાં રક્ષાબંધન અને જન્માષ્ટ્રમીના તહેવારો હોય જેને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે બાબતે જરી સૂચનો કરવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ વડા અશોક કુમારની અધ્યક્ષતામાં રાજકોટ આઈજી કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌડ, મોરબી એસ.પી રાહત્પલ ત્રિપાઠી,જામનગર એસ.પી પ્રેમસુખ ડેલૂ, સુરેન્દ્રનગર એસ.પી ડો. ગીરીશ પંડા તેમજ પાંચેય જિલ્લાઓના કુલ ૧૦ નાયબ પોલીસ અધિક્ષક સાથે રેન્જ ક્રાઇમ કોન્ફરન્સ તથા આગામી સમયમાં ઉજવાનાર તહેવારો અન્વયે કાયદો અને વ્ય્વસ્થાની પરિસ્થીતી અંગેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં પાંચેય જિલ્લાઓમાં દાખલ થયેલા ગુન્હાઓ બાબતે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી અને દાખલ થયેલ ગુન્હાઓ પૈકી ચર્ચાસ્પદ અને ગંભીર પ્રકારના ગુનાઓની તપાસ ઉપર વિસ્તૃત ચર્ચા કરી જરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં જિલ્લાના અધિકારીઓએ પોતપોતાના જિલ્લાની કામગીરીનું અલગ અલગ પ્રેઝન્ટેશન બનાવી રજુ કરવામાં આવેલ અને જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જરી માર્ગદર્શન આપેલ અને ભવિષ્યમાં શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી બનતા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ઝડપથી શોધી કાઢવા અને આ ગુન્હાખોરી અંકુશમાં આવે તે માટે રણનીતિ ઘડવા અંગે જરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મીટીંગમાં ક્રાઇમ, લો એન્ડ ઓર્ડર, ટ્રાફીક અને વહિવટી મુદ્દાઓ બાબતે જરી ચર્ચા થઇ ગયા બાદ આગામી દિવસોમાં ઉજવાનાર ૧૫મી ઓગસ્ટ, રક્ષાબંધન તથા જન્માષ્મી (સાતમ–આઠમ)ના તહેવારોને અનુલક્ષીને યોજાનાર લોકમેળાઓ દરમ્યાન રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરી પોલીસ બંદોબસ્ત ગોઠવી અધિકારીઓ દ્રારા જરી સુપરવિઝન રાખી આ તહેવારો શાંતીમય વાતાવરણમાં ઉજવાય તે અંગે જરી સુચના અને માર્ગદર્શન પૂ પાડવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech