લાખોટા તળાવ સ્થિત પક્ષીઘરમાં રહેલા ૬૦૦ પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન કરાતી ખાસ વ્યવસ્થા

  • March 27, 2025 11:20 AM 

પક્ષીઓને ગરમીથી ઠંડક મળી રહે તે માટે દિવસમાં ત્રણ વાર પાણીનો છંટકાવ: ઉનાળાની ઋતુને અનુરૂપ ખોરાકમાં પણ ફેરફાર


જામનગરના લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘર માં અંદાજે ૬૦૦ જેટલા પક્ષીઓ આવેલા છે. ખાસ કરીને બજરીગર, લવબર્ડ, કાકાટીલ, બતક, પોપટ સહિતના નાની મોટી અનેક પ્રજાતિના ડોમેસ્ટિક સહિતના પક્ષીઓને રાખવામાં આવ્યા છે, અને પ્રજાજનો પ્રતિદિન લાખોટા તળાવની મુલાકાત લે છે.


હાલમાં ખાસ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે જામનગર મહાનગર પાલિકા ના લાખોટા વિભાગના કર્મચારી હિરેન સોલંકી કે તેઓની ટીમ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓને ઠંડક મળી રહે, તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને પ્રતિદિન દિવસમાં ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.


આ ઉપરાંત હાલ ઉનાળાની સિઝન ચાલતી હોવાથી ઋતુને અનુરૂપ ખોરાક પણ અપાઈ રહ્યો છે. જેમાં તરબૂચ સહિત ના ફળ ફ્રૂટ વગેરે આપીને પક્ષીઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા કરાય છે. તેમજ ઉનાળામાં પક્ષીઓ પાણી વધારે પીએ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથો સાથ તડકો ના લાગે તે માટે પાંજરા ઉપર પ્લાસ્ટિક સહિતના આવરણો પણ ઢાંકવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application