જામનગર જી.જી.હોસ્પીટલનાં ચકચારી લાંચ કાંડનાં પટાવાળા આરોપીની આગોતરા જામીન રદ કરતી જામનગરની સ્પે.એ.સી.બી કોર્ટ.... 

  • June 20, 2024 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જી.જી.હોસ્પીટલનાં ચકચારી લાંચ કાંડનાં પટાવાળા આરોપીની આગોતરા જામીન રદ કરતી જામનગરની સ્પે.એ.સી.બી કોર્ટ.... 

ગત તારીખ ૭/૬/૨૦૨૪ નાંરોજ જી.જી.હોસ્પીટલ મેડીકલ બોર્ડના પટાવાળા એ એક શીક્ષક અરજદાર ને ફીટનેશ સર્ટીફીકેટ આપવા માટે રૂ.૪૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી રૂ.૨૦,૦૦૦/- તુરત જ લઈ લીધેલ અને બાકી રહેતી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/- ની રકમ સૌ પ્રથમ આંગળીયા મારફતે મોકલવાનું ત્યારબાદ રૂબરૂ આવી આપી જવાનું જણાવેલ જે ફરીયાદી ની ફરીયાદના આધારે જી.જી.હોસ્પીટલમાં અમરેલી એ.સી.બી એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસે થી પંચની હાજરીમાં રૂ.૨૫,૦૦૦/- સ્વીકારેલ

પરંતુ તેને એ.સી.બી ની ટ્રેપનો શક જતા આ લાંચની રકમ ફરીયાદીને પરત આપી દઈ ફરીયાદીના હાથમાં રખાવી ફરીયાદીનુ કાંડુ બળજબરી પુર્વક પકડી રાખી પાવડર વાળી નોટ નળના પાણીમાં ધોવડાવી નાખી મુદાની નોટ પર લગાડવામાં આવેલ પાવડર ના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી લાંચ ની રકમ ફરીયાદી ને પરત આપી દીધેલ અને અગાઉ પોતે લઈ લીધેલ રૂ.૨૦,૦૦૦/- પણ પરત આપી દેશે તેમ જણાવી બનાવ સ્થળે થી નાશી છુટેલ બાદ તેણે ધરપકડ થી બચવા જામનગરની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી મુકી હતી.

જે અંગે તપાસનીસ અધિકારી જામનગર એ.સી.બી પો.ઈન્સ એ રજૂ કરેલ જરૂરી પુરાવા સાથેનું સોગંદનામુ તથા જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરીએ અદાલતમાં કરેલ લંબાણપુર્વક ની ધારદાર દલીલો ના આધારે ન્યાયાધિશ વિ.પી.અગ્રવાલ સાહેબે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application