રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો મુખ્ય સુત્રધાર કે, મેઈન ભાગીદાર પ્રકાશ જૈન પોતે જ અિકાંડમાં હોમાઈ ગયો હોવાનું પોલીસ દ્રારા સત્તાવાર રીતે જાહેર કરી દેવાયું છેે. હવે ઘણાં ખરા ગેમઝોનને જોડતા રહસ્યો પણ એવા હશે કે પ્રકાશની સાથે આ અિકાંડમાં ભસ્મીભૂત થયા. ગેમઝોન પહેલા પ્રકાશ સ્પા ચલાવતો હતો. આ સ્પાનો વ્યવસાય પ્રકાશ માટે રાજકારણીથી લઈ મોટામાથાઓ, ધનપતિઓના સંપર્ક સુત્રોનું માધ્યમ હતું. આ સ્પામાં ઘણા ખરા રાજકીય માથાઓ અને પદાધિકારીઓ સમયાંતરે શરીર હળવું કરવા માટે આવતા હતા પરંતુ આ બધા માથાઓ કોણ ? તે તો પ્રકાશ જ જાણતો હશે અને હવે પ્રકાશ નથી તો આ વાત પર કોઈ પ્રકાશ નહીં પાડી શકે અથવા તો સ્પાના સંપર્કેાવાળા માથાઓના નામ બહાર પણ નહીં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પોલીસ ધારે તો પાતાળમાંથી પણ કઈં પણ કાઢી શકે. જો સ્પા પ્રકાશનું મોટામાથાઓના સંપર્કનું માધ્યમ હોય તો શું આ માધ્યમ થકી પ્રકાશ ગેમઝોનના ધંધામાં સલામત હતો ? તે પણ તપાસનો વિષય બન્યો છે.
રાજસ્થાનનો વતની પ્રકાશ કિશનલાલ હીરન રાજકોટમાં સ્થાયી થયો ત્યારે ખાસ કોઈ એવી ઓળખાણ ન હતી અને આથિર્ક રીતે એટલો મજબુત પણ ન હતો. પ્રકાશે પોતાની ધંધાકીય સુઝબુઝ અને સંબંધો કેળવવાની ખાસ સિસ્ટમ અને મહેનતથી ધંધાનો વિકાસ કર્યેા હતો જેમાં પ્રકાશને સ્પાના ધંધામાં સારી મહારથ આવી ગઈ હતી તેમ જાણવા મળી રહ્યું છે. સ્પા આમ તો સારો શબ્દ અને જો હકારાત્મક રીતે સ્પાની વૃતિપ્રવૃતિ થતી હોય તો શરીર માટે પણ સ્પા ફાયદાકારક બની રહે છે પરંતુ સ્પામાં બધં બારણે શું શું થતું હોય તે જાહેર ખાનગી જેવું છે અને ઘણી વખત આવું બહાર પણ આવ્યું છે. એવું પણ નથી કે, બધા સ્પામાં ગેરરીતી થતી હોય, ઘણા એવા સ્પા છે કે જયાં માત્ર નિયમબધ્ધ રીતે સ્પાની ટ્રીટમેન્ટ થતી હોય છે. પ્રકાશ જૈન પણ સ્પા ધરાવતો હતો અને તેના અત્યાધુનિક સ્પામાં આવનારાઓ પણ ધીમે ધીમે મોટામાથાઓ રેગ્યુલર કસ્ટમર જેવા થઈ ગયા હતા.
કહેવાય છે કે, પ્રકાશ જૈનને ઘણા ખરા રાજકીય અગ્રણીઓ માથાઓ સાથે સારા સંપર્કેા થયા હતા જેનું માધ્યમ પણ કદાચીત આ સ્પા હતું. સ્પામાં રાજકીય માથાઓ અને પદાધિકારીઓ તેમજ કેટલાક ધનપતિઓ સમયાંતરે શરીર હળવું ફત્પલ કરવા માટે જતા હતા. સ્પામાં આવનારા આવા માથાઓ સાથે સ્પામાં વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળતી હોવાને લઈને આ માથાઓ અને પ્રકાશ જૈન વચ્ચે સંબંધો વધુ મજબુત અને વિકસીત થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે. એવી વાતો પણ વહી રહી છે કે, કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ થયેલા ગેમઝોનમાં કદાચ કોઈ રાજકીય કે આવા મોટામાથાઓ, ધનપતિઓના છૂપા રોકાણ પણ હોઈ શકે. જો કે, આ બધું અત્યારે કયાંય ઓનપેપર બહાર આવ્યું નથી. પોલીસની તપાસમાં પણ અત્યાર સુધી આવું કઈં ખુલ્યું નથી. માટે હાલ તો સ્પા અને સ્પા થકી સંપર્કેા ધરાવનારા માથાઓ માત્ર ચર્ચા કે આવી વાતો જ સમજવી રહી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech