સાઉથવેસ્ટ મોનસુન એટલે કે નૈઋત્યનું ચોમાસુ ગયા વર્ષની સરખામણીએ પાંચ દિવસ વહેલું અને ટિન કરતા એક દિવસ વહેલું કેરળમાં બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા કરવામાં આવી છે.આઈએમડીના સતાવાર બુલેટિનમાં જણાવાયા મુજબ આગામી તારીખ ૧૯ ને રવિવારે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અમુક ભાગમાં તથા નિકોબારમાં એન્ટ્રી લઈ લેશે અને ત્યાર પછી ૧૧ દિવસ પછી કેરળમાં આવશે.
નૈઋત્યનું ચોમાસુ કેરળમાં બેસે ત્યાર પછી કર્ણાટક મહારાષ્ટ્ર્ર થઈને ગુજરાતમાં આવતું હોય છે અને લગભગ ૨૦ થી ૨૫ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે.ભારતીય વેધશાળા એ કરેલા દાવા મુજબ ૨૦૦૫ થી એટલે કે છેલ્લા ૧૯ વર્ષથી તે નૈઋત્યના ચોમાસાને લઈને આગાહી કરે છે. ૨૦૧૫ ના એક વર્ષને બાદ કરતાં બાકીના તમામ વર્ષેામાં ચાર પાંચ દિવસના વેરીએશન મુજબ આગાહી ૧૦૦ ટકા સાચી ઠરી છે.
૨૦૧૯ માં તારીખ ૬ જૂનના રોજ, ૨૦૨૦માં તારીખ ૫ જૂનના રોજ, ૨૦૨૧ માં તારીખ ૩૧ મે, ૨૦૨૨ ના તારીખ ૨૭ મે અને ગયા વર્ષે એટલે કે ૨૦૨૩ ના ચાર જુનના રોજ કેરળમાં ચોમાસાએ એન્ટ્રી લીધી હતી અને તે આગાહી મુજબની જ હતી. ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટે આ અગાઉ ચોમાસુ આ વર્ષે સાનુકૂળ રહેવાની અને ૧૦૬ ટકા જેટલો વરસાદ થવાનું અનુમાન જાહેર કયુ છે. અન્ય એજન્સીઓએ પણ ભારતમાં આ વર્ષે ચોમાસુ સાં રહેશે તેવી આગાહી કરી છે. ગયા વર્ષે અલનિનોની અસર પ્રશાંત મહાસાગરમાં જોવા મળી હતી પરંતુ આ વર્ષે તે સિસ્ટમ નબળી પડી હોવાથી સારા ચોમાસા માટેની આશા જાગી છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનેલા લોકો નૈઋત્યના ચોમાસાની ચાતક નજરે રાહ જોતા હોય છે. આ ઉપરાંત ખેતીપ્રધાન દેશ હોવાના કારણે ચોમાસાની સફળતા અને નિષ્ફળતા અર્થતંત્રને ભારે અસર કરતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech