કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત બનેલા લોકો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તે સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે કે નૈઋત્યનું ચોમાસું ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી લેશે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા કરવામાં આવી છે.ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ૨૪ કલાકમાં અરબી સમુદ્રના ઉત્તર તરફના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્ર્રના બાકી રહી ગયેલા ભાગોમાં એન્ટ્રી લઈ લેશે.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે સવારથી જ જોરદાર પલટો આવ્યો છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે. પવનની ગતિમાં જોરદાર વધારો થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળો એ વરસાદની શકયતા છે.મુંબઈમાં ૧૧ જૂને નૈઋત્યનું ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ બે દિવસ વહેલું એટલે કે તારીખ ૯ જૂનના મહારાષ્ટ્ર્ર અને મુંબઈમાં નૈઋત્યના ચુમાસાનું આગમન થઈ ચૂકયું છે.
ગુજરાતમાં ૧૮ તારીખ આસપાસ ચોમાસાના આગમનની આગાહી હતી પરંતુ તેમાં પણ એકાદ સાહ જેટલું વહેલું થાય તેવું જણાઈ રહ્યું છે. ગયા વર્ષે ગુજરાતમાં ૨૫ જૂને ચોમાસા એન્ટ્રી લીધી હતી અને તારીખ ૨૭ સુધીમાં સૌરાષ્ટ્ર્ર સહિત રાયના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડો હતો.
ગયા વર્ષની સરખામણીએ આ વખતે ૧૩ થી ૧૪ દિવસ જેટલું ચોમાસું વહેલું છે
સૌરાષ્ટ્ર્ર સહિત રાયના ૨૬ તાલુકામાં સામાન્યથી પોણા બે ઈંચ વરસાદ
આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્ર સહિત રાયના ૨૬ તાલુકામાં સામાન્યથી પોણા બે ઈંચ જેટલો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ૪૦ મીમી, કડાણામાં ૨૦ મીમી, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, ગાંધીનગરના કલોલમાં એક– એક ઈંચ પાણી પડું છે. દાહોદના સંજેલી, મહીસાગર જિલ્લાના કડી અને વલસાડના કપરાડામાં અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો જેતપુર રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અમરેલી બાબરા રાણપુર પાલીતાણા અને ભચાઉમાં સામાન્ય ઝાપટા પડા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMદિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ, મુંબઈમાં આ તારીખે છે કોન્સર્ટ
November 23, 2024 04:04 PMચોરાઉ બાઈક સાથે કાથરોટાના શખસને પકડી પાડતી પોલીસ
November 23, 2024 04:02 PMરૂા.૭ લાખના ચેક રિટર્નના બે કેસમાં મહિલાને એક એક વર્ષની જેલ સજા
November 23, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech