ધનુષની ફિલ્મે 6 જ દિવસમાં 50 કરોડથી વધુ તો કમાઈ લીધા
સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ 'રાયન' પણ 'ડેડપૂલ એન્ડ વુલ્વરીન' અને 'કલ્કિ એડી 2898' જેમ થિયેટરોમાં આગ લગાવી રહી છે. ધનુષની ફિલ્મ 'રાયન' જે કોઈ પણ શોર કર્યા વિના ખૂબ ચાલી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. ધનુષની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ સાથે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ રિલિઝ થયા બાદ પણ એક અલગ અંદાજમાં ઝડપથી આગળ વધી રહી છે. રાયન ફિલ્મ ભારતમાં તો 50 કરોડનો આંકડો વટાવી ચૂકી છે, પણ સમગ્ર વિશ્વ સ્તરે પણ ઝડપથી આગળ વધી રહી છે. આ ફિલ્મ ખાલી વિકેન્ડમાં જ નહીં પણ વીક ડેઝમાં પણ સારી કમાણી કરી રહી છે.
'રાયન' ફિલ્મ 26 જુલાઇએ પ્રીમિયર પછી જોર-શોરથી દરેક પ્રેક્ષકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
રાયન ફિલ્મમાં એસજે સૂર્યા, સંદીપ કિશન, કાલિદાસ જયરામ, અપર્ણા બાલમૂરલી, દુશારા વિજયન, પ્રકાશ રાજ અને સર્વનન જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. આ કલાકારોને એક સાથે જોવા માટે ફિલ્મની ટિકિટો માટે પડાપડી થઈ રહી છે. હવે વાત કરીએ ફિલ્મની કમાણી વિશે તો અહેવાલો અનુસાર, માત્ર 5 દિવસમાં જ 53 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.
રાયન ફિલ્મે માત્ર 5 દિવસમાં જ 53 કરોડ કમાણી કરી લીધી છે, તો છઠ્ઠા દિવસે 4 કરોડનું કલેક્શન કર્યું. જેથી ટોટલ કલેક્શન 57 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે 31 જુલાઈ, 2024ની વાત કરીએ તો રાયનનો તમિલ ભાષામાં ઓક્યૂપન્સી આખા દિવસમાં અલગ-અલગ રહી છે, જેમાં સવારના શોમાં 14.27%, બપોરે 19.50%, સાંજે 20.82% અને રાત્રે 24.03%, જેનો કુલ ઓક્યૂપન્સી રેટ 19.66% રહ્યો હતો. જેમાં તેલુગુમાં ઓક્યૂપન્સી રેટ 16.03% અને હિન્દીમાં ઓક્યૂપન્સી રેટ 9.18% રહ્યો છે.
રાયનનું બજેટ અને સ્ટોરી
રાયન ફિલ્મ વર્લ્ડવાઈડ લેવલે 1600 થિયેટરોમાં રિલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મ 90 કરોડના બજેટમાં બની છે, જેને માત્ર સાત દિવસોમાં જ બજેટ કરતાં થોડી ઓછી કમાણી કરી છે અને ટુંક સમયમાં બજેટનો આંકડો પાર કરી લેશે. હવે આપણે સ્ટોરી વિશે વાત કરીએ તો રાયન એક નિર્દોષ વ્યક્તિની વાર્તા છે, જે તેના પરિવારની હત્યા પછી, બદલો લેવા માટે અંડરવર્લ્ડમાં ફસાઈ જાય છે. ધનુષની આ ફિલ્મ રિવેન્જ ડ્રામા સાથે એઆર રહેમાન દ્વારા ગવાયેલા ગીત માટે ખૂબ વખાણાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech