માત્ર 48 વર્ષની વયે દુનિયાને કરી દીધી અલવિદા, ફિલ્મ જગતમાં શોક
સાઉથ સિનેમાના જાણીતા અભિનેતાનું માત્ર 48 વર્ષે હાર્ટઅટેકને કારણે નિધન થયું છે. ડેનિયલને શુક્રવારે એટલે કે 29 માર્ચ રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તે જીવલેણ નીવડ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શુક્રવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેતાના નિધનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ડેનિયલના અંતિમ સંસ્કાર આજે તેમના પુરસાઈવલકમ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવશે. ડેનિયલ બાલાજીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધી પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વિલનની ભૂમિકાથી મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationJ-K: બડગામમાં મોટો અકસ્માત, 32 BSF જવાનને ઈજા, 3 ના થયા મૃત્યુ
September 20, 2024 11:17 PMલેબનોન બ્લાસ્ટમાં થયો મોટો ખુલાસો, વોકી ટોકીમાં લગાવવામાં આવ્યો હતો આ ખતરનાક ગનપાઉડર
September 20, 2024 11:15 PMગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech