સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીના આજકાલ સાથેના આખરી સંસ્મરણો

  • March 30, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉથની ફિલ્મના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું હૃદય ધબકારા ચૂકી જતા તેમનું નિધન થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ચાહકોમા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા બાલાજી આજકાલ મીડિયાના મહેમાન બન્યા હતા. આજકાલ સાથે તેમણે ખાસ મુલાકાત કરી પોતાની ફિલ્મી કારકિર્દી અને વ્યકિતગત જિંદગી વિશે ખુલ્લા મને વાત કરી હતી. રાજકોટની મુલાકાત બાદ તેઓ સોમનાથ અને દ્રારિકા ખાતે દર્શન કરવા પણ ગયા હતા ખાસ તેઓ શિવભકત હોવાથી દ્રારકા નજીક નાગેશ્વર મંદિરે દર્શન માટે ગયા હતા.

તેમની સાથે ની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં તેઓ પ્રથમ વખતે જ આવ્યા હતા પણ તેમનું મન અહીં મોહી ગયું હતું. ખાસ કરીને તેમને રાજકોટ વાસીઓની લાગણી અને ગાંઠીયાની ભારોભાર પ્રશંસા કરી હતી.ગુજરાતી નિર્માતા અતુલ મોસમીયાએ બનાવેલી સાઉથની મુવી બીપી ૧૮૦ ના પ્રમોશન માટે ખાસ તેઓ રાજકોટ આવ્યા હતા. આ ફિલ્મમાં તેમને મુખ્ય વિલનની ભૂમિકા ભજવી છે આમ પણ બાલાજી સાઉથની બધી જ ફિલ્મોમાં વિલનની જોરદાર ભૂમિકા ભજવતા હતા અને આ સમયે તેમને આજકાલ મીડિયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ઉપરાંત તેઓ શિવભકત હોવાથી રાજકોટના શિવાલયોમાં દર્શન કરવા માટે ગયા હતા. હજુ ૧૭ ફેબ્રુઆરીએ તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને આજે તેમને હાર્ટ એટેક આવતા ૪૮ વર્ષની દુનિયાને અલવિદા કહેતા ચાહકોમાં ભારે શોક ફેલાયો છે.
આજકાલની મુલાકાત વખતે તેમને જણાવ્યું હતું કે પ્રથમ વખત જ હત્પં ગુજરાતની મુલાકાતે આવ્યો છું પરંતુ ભોળાનાથનો ભકત હોવાથી સોમનાથ અને દ્રારકા નજીક નાગેશ્વર દાદા ના દર્શન કરવા માટે જવાનો છું.ગુજરાતી નિર્માતા સાથે કામ કરવાના અનુભવને તેમને સુંદર રીતે વર્ણન કયુ હતું અને કહ્યું હતું કે ગુજરાતી લોકોમાં લાગણી ભરપૂર હોય છે અને ખાસ કરીને યારે બે દિવસથી સૌરાષ્ટ્ર્રના પ્રવાસે છું ત્યારે અહીંના લોકોના અતિથ્યભાવથી હત્પં અભિભૂત થઈ ગયો છું. ગુજરાતી ફડ દુનિયાભરમાં વખણાય છે ત્યારે મને રાજકોટના ગાંઠીયા મેં પેલી વખત ખાધા પણ તેનો સ્વાદ જીભે લાગી ગયો છે. આજકાલ ની મુલાકાત વખતે નિર્માતા અતુલ બોસમીયા અને વિજય કારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application